કેતન જોશી, ગાંધીનગર: ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય 120 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનની સાથે જ રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંબારામાં 6 ઇંચ અને વિગોડીમાં સાડા ચાર ઇંચ તો બીજી બાજુ જુનાગઢના મેંદરડામાં 4 ઇંચ વરસાદ ખબક્યો છે. આ સાથે જ આગામી બે દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ગુજરાતના આ સ્થળે થશે એશિયાની બીજી વોક ઇન એવીએરી હિલનું નિર્માણ


ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું શરૂ થઇ ગયાનું જણાવ્યા બાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. સાથે જ અમદવાદામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી હતી. રાજ્યમાં ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે સૌથી વધારે કચ્છના અંબારામાં 6 ઇંચ અને વિગોડીમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.


વધુમાં વાંચો:- ઇન્ટનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે: યૂથને જાગૃત કરવા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં રેલી


આ સાથે જ છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પોણા ત્રણ ઇંચ વરસાદ અને ધ્રોલ તાલુકામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી લઇને 4 ઇંચ સુધી વરસાદ ખાબ્યો છે. જેમાં જૂનાગઢમાં 1 ઇંચ, કેશોદમાં 2 ઇંચ, માળીયા હાટીનામાં 2 ઇંચ, માણાવદરમાં 2 ઇંચ, મેંદરડામાં 4 ઇંચ અને વિસાવદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.


વધુમાં વાંચો:- 10 હજારમાં 1.5 ટનનું AC આપવાની વાત અફવા, વીજ કંપનીઓએ કહ્યું ‘ફેક મેસેજ’


સમગ્ર ગુજરાતમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી બે દિવસ અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે આજે (બુધવારે) પવનની ગતિ વધવાની સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો બીજી તરફ આજથી લઈને 29 જુન સુધી ક્યાં કેવો વરસાદ વરસી શકે તેનો હવામાન ખાતાનો વર્તારો આ મુજબ છે. 


વધુમાં વાંચો:- ZEE 24 કલાકના રીપોર્ટનો પડઘો, દવાના નામે દારૂ વેચનારાઓ સામે થશે કાર્યવાહી


26 તારીખ બુધવારે (આજે) ભારે વરસાદ ક્યાં ક્યાં પડી શકે?
ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ, તાપી, જુનાગઢ, જામનગર, પોરબંદર


26 તારીખ બુધવારે (આજે) ક્યાં હળવાથી માધ્યમ વરસાદ વરસી શકે?
દમન, દાદરાનગર હવેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ


27 તારીખ ગુરૂવારે (આવતીકાલે) ભારે વરસાદ ક્યાં ક્યાં પડી શકે?
પંચમહાલ, દાહોદ, છોટાઉદયપુર


27 તારીખ ગુરૂવારે (આવતીકાલે) ક્યાં હળવાથી માધ્યમ વરસાદ થઇ શકે?
મહીસાગર, અરવલ્લી, ખેડા, આનદ, નર્મદા, વલસાડ, નવસારી, સુરત, દમન, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, દીવ


28 તારીખે ક્યાં વરસી શકે હળવાથી માધ્યમ વરસાદ?
વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આનદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, દીવ


29 તારીખે ક્યાં વરસી શકે હળવાથી માધ્યમ વરસાદ?
સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દંગ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...