ઇન્ટનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે: યૂથને જાગૃત કરવા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં રેલી

આજે વિશ્વ ડ્રગ્સ દિવસને લઇને યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતા આવે તે માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રિસ્ટ્રિક્ટ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરથી લઇને પોરબંદરની ચોપાટી સુધી યોજાયેલ રેલીને કોસ્ટગાર્ડ ડીઆઇજી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

ઇન્ટનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે: યૂથને જાગૃત કરવા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં રેલી

અજય શિલુ, પોરબંદર: આજે વિશ્વ ડ્રગ્સ દિવસને લઇને યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતા આવે તે માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર ડ્રિસ્ટ્રિક્ટ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર દ્વારા હેડક્વાર્ટરથી લઇને પોરબંદરની ચોપાટી સુધી યોજાયેલ રેલીને કોસ્ટગાર્ડ ડીઆઇજી દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

ડ્રગ્સ વિરોધી બેનરો સાથે નિકળેલી આ રેલીમાં કોસ્ટગાર્ડના ડીઆઇજી સહિતના અધિકારીઓ તેમજ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર બેનરો સાથે કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે આ રેલી અંગે કોસ્ટગાર્ડ ડીઆઇડી આઇ.એસ ચૌહાણે જણાવ્યું હતું કે, આજે ડ્રગ્સના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ છે. આ ઇન્ટરનેશનલ ડેના દિવસે યુવનોને જાગૃત કરવા માટે તટ રક્ષકોએ રેલીનું આયોજન કર્યું છે. ડ્રગ્સની આપણા દેશ અને દેશના યુવાનો પર ઘણી અસર પડે છે.

ડ્રગ્સ આપણી સોસાયટી માટે ઘણું નુકસાનકારક વસ્તુ છે અને ઘણા બધા કોલેજ સ્ટૂડન્ટ્સ અને યૂથ આ ડ્રગ્સની ઝપેટમાં આવી જતા હોય છે. તેથી અમારો ઉદેશ્ય છે કે, અમે લોકોને જણાવીએ કે ડ્રગ્સ આપણા માટે કેટલું નુકસાનકારક છે. ભારતીય તટ રક્ષકો હમેશાં ડ્રગ્સ સામે લડાઇ લડતા રહેશે. ગત 2 વર્ષમાં અમે બે હજાર કિલો હેરોઇન પકડ્યું છે, જેની બજાર કિંમત 8 હજાર કરોડથી પણ વધારે છે. અમે આ અભિયાન ચાલુ રાખીશું. અમે સંપૂર્ણ પ્રયત્નો કરી શું કે, આપણાં દેશમાં ડ્રગ્સ ક્યાંયથી આવે નહીં. અને જે વિશ્વનું ડ્રગ્સ અગેન્સ્ટ અભિયાન છે તેને આગળ વધારતા રહીશું.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news