10 હજારમાં 1.5 ટનનું AC આપવાની વાત અફવા, વીજ કંપનીઓએ કહ્યું ‘ફેક મેસેજ’

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે. 
 

10 હજારમાં 1.5 ટનનું AC આપવાની વાત અફવા, વીજ કંપનીઓએ કહ્યું ‘ફેક મેસેજ’

હિતલ પારેખ/ગાંધીનગર: સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે. 

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ(PGVCL) દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે, કે હાલમાં સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજ વાયરલ થયો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે તારીખ 17-07-2019થી માત્ર 10000 રૂપિયામાં વીજ કંપનીઓ દ્વારા 1.5 ટનનું એસી આપવામાં આવશે.

 જુઓ LIVE TV

 

 

દસ હજાર રૂપિયામાં એસી આપવા અંગે વીજ કંપનીઓ દ્વારા ખુલાસો કરતા કહ્યું કે, કે આ પ્રકારની યોજના હાલની તકે અસ્તિત્વમાં નથી. આ યોજનાની જાહેરાત સરકાર તરફથી થશે તો જણાવામાં આવશે. અને આ પ્રકારના ફેર મેસેજ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news