મેચ પહેલા મેદાનમાં ભરાયો `દાદાનો દરબાર`! જાણો ખેલાડીઓ અને પ્રેક્ષકો બધાએ કેમ કર્યું હનુમાન ચાલીસાનું પઠન
સમગ્ર દુનિયામાં પહેલીવાર ક્રિકેટના મેદાનમાં મેચની શરૂઆત પહેલા હનુમાન ચાલીસાનો પાઠ થયો હોય એવું પહેલીવાર થયું હશે. એવું જયદીપસિંહ જાડેજાએ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જણાવ્યું હતું.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે પ્રથમ વખત હિન્દુ પ્રીમિયર લીગ નું આયોજન મોર્નિંગ ગ્રૂપના યુવા કાર્યકર મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નોમેન્ટમાં ટોટલ 12 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં દરેક ટીમના એક સપોન્સર, ફ્રેંચાઇજ હતા. ફાઇનલ મેચ ભાઈજી ઇલેવન વાયોર તેમજ માં આશાપુરા ઇલેવન વાંકુ વચ્ચે રમાઇ હતી. જેમાં ભાઈજી ઇલેવન વાયોર છેલ્લા બોલે વિજયી બની હતી.
ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને મોટી રાહત, SCએ આપ્યા જામીન
આ ટુર્નામેન્ટની શરૂવાતમાં મુખ્ય અતિથિ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા રહ્યા હતા. જેમણે ટોસ ઉછાળી આ લીગની શરૂઆત કરાવી હતી. ઘણા જ નામી અનામી દાતાઓ દ્વારા આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલ મેચના પહેલા મેદાનમાં બધા જ ખેલાડીઓ અને પ્રેક્ષકોએ સાથે મળીને શ્રી હનુમાન ચાલીસાનું પાઠ કર્યું હતું.
ગર્લફ્રેન્ડના ફોટાની બબાલમાં હત્યા; ફોટો ડિલિટ ના થયો,પણ મિત્રના ફોટા પર ચઢી ગયો હાર
ક્રિકેટના મેદાનમાં આવું પહેલી વાર થયું કે ઉપસ્થિત બધા સાથે મળીને સમૂહમાં શ્રી હનુમાન ચાલીસાનું પાઠ કર્યું હોય. ભારત મારો દેશ બદલી ગયો છે, દેશના હર એક હિન્દુ બદલાઈ ગયા છે. બધા જ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને બજરંગ બલીને પ્રાર્થના... આ બધાને શક્તિ પ્રદાન કરે. જેથી ભવિષ્યમાં પણ આવા આયોજન કરે.
આંબાની લુપ્ત થતી જાતોને જીવંત રાખવા આગળ આવ્યા ગુજરાતના મોટા ઉદ્યોગપતિ, લીધો સંકલ્પ
સમગ્ર દુનિયામાં પહેલીવાર ક્રિકેટના મેદાનમાં મેચની શરૂઆત પહેલા હનુમાન ચાલીસાનો પાઠ થયો હોય એવું પહેલીવાર થયું હશે. એવું જયદીપસિંહ જાડેજાએ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જણાવ્યું હતું. સમગ્ર મેદાન જય જય શ્રી રામના નારા સાથે ગાજી ઉઠ્યું હતું. આખું મેદાન જય જય શ્રી રામના નારાથી ગાજતું દેખાયું હતું.