લોહિયાળ બન્યો યુવતીના એક ફોટાનો ઝઘડો! ફોટો તો ડિલિટ ના થયો, પણ એક મિત્રના ફોટા પર ચઢી ગયો હાર

વેડરોડ બહુચર નગર ખાતે ગર્લફ્રેન્ડનાં ફોટા ડીલીટ કરવા મામલે ઓરિસ્સાવાસી મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. તે વેળા દરમિયાનગીરી કરનારા હમવતની યુવક ઉપર બહેરાબંધુ ત્રિપુટી દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

લોહિયાળ બન્યો યુવતીના એક ફોટાનો ઝઘડો! ફોટો તો ડિલિટ ના થયો, પણ એક મિત્રના ફોટા પર ચઢી ગયો હાર

પ્રશાંત ઢીવરે/સુરત: વેડ રોડ પર નજીવી તકરારમાં બે મિત્રો પર ચપ્પુથી હુમલો કરાયો હતો. જે પૈકી એકનું મોત થયું હતું. પોલીસે 3 બહેરા બંધુની ધરપકડ કરી હતી. ગર્લફ્રેન્ડના ફોટા ડિલીટ કરવાનો ઝઘડો લોહિયાળ બન્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ પાસે આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા લીંગારાજ માંગી બહેરા મૂળ ઓરિસ્સા-ગંજામના વતની છે અને મજૂરી કામ કરે છે. ગત તા. 19મીએ રાત્રે બહુચરનગર સોસાયટી ખાતે આર.કે.ઇલેકટ્રોનિક્સની બાજુમાં રોડ પર બબાલ થઇ હતી. 

રામકૃષ્ણ ઉર્ફે કાલિયા તારીણી બહેરા, તેના ભાઇઓ રાજેન્દ્ર અને કીકુ એ લીંગારાજ અને તેના મિત્ર બલરામ લક્ષ્‍મણ સ્વાઇ સાથે મારપીટ કરી હતી. લીંગારાજની ગર્લફ્રેન્ડના ઇન્સ્ટાગ્રામમાં બનાવેલા ફોટા રામકૃષ્ણના મોબાઇલમાં હોવાનું ધ્યાને આવતા લીંગારાજે તે ફોટા ડિલીટ કરવા કહેતા રામકૃષ્ણ ઉશ્કેરાઇ ગયો હતો. અપશબ્દો બોલી બલરામને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા. ત્યારબાદ લીંગારાજ પર પણ ચપ્પુથી હુમલો કરાયો હતો. 

લીંગારાજની ગર્લફ્રેન્ડના ઇન્સ્ટાગ્રામમાં બનાવેલા ફોટા રામકૃષ્ણના મોબાઇલમાં હોવાનું ધ્યાને આવતા લીંગારાજે તે ફોટા ડિલીટ કરવા કહેતા રામકૃષ્ણ ઉશ્કેરાઇ ગયો હતો. અપશબ્દો બોલી બલરામને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા. ત્યારબાદ લીંગારાજ પર પણ ચપ્પુથી હુમલો કરાયો હતો. ગંભીર ઇજાનો ભોગ બનેલા બલરામનું મોત થયું હતું. જે કેસમાં ચોકબજાર પોલીસે રામકૃષ્ણ ઉર્ફે કાલિયા તારીણી બહેરા, તેના ભાઇઓ રાજેન્દ્ર અને કીકુસામે હત્યાનો ગુનો નોંધી તમામ ની ધરપકડ કરી હતી.

પોલીસે રામકૃષ્ણ તારીણી બહેરા અને તેનાં ભાઈ રાજેન્દ્ર બહેરા અને કીટુ બહેરા વિરુદ્ધ ઇપીકો કલમ ,302, 307, 323, 504,114 તથા જીપી એક્ટ 135 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. અને ત્રણે ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news