હિમાંશુ ભટ્ટ/મોરબી : શહેર અને તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ એક હત્યાનો બનાવ સામે આવેલ છે, ત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ નજીક યુવાને ગાળ દેવાની ના પાડવા જેવી નજીવી બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો. આ યુવાનને છાતીના ડાબા ભાગે છરીનો જીવલેણ ઘા મારી દેવામાં આવ્યો હતો. જેથી સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવમાં મૃતકના કાકાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી લીધેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રીની ડાહી ડાહી વાતોને પોલીસ ઘોળીને પી ગઇ, આર્મી જવાન સાથે એટલું ખરાબ વર્તન કે તમારુ લોહી ઉકળી ઉઠશે


મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભગવતીપરા વિસ્તારમાં રહેતો નવઘણ હરેશભાઈ અજાણા નામના ૩૫ વર્ષીય યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે.પંચાસર રોડ મોરબી વાળાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને મૃતક નવઘણે ગાળ આપવાની ના પાડતાં મોહસીન ઉર્ફે ગજની પિંજારો ઉશ્કેરાઇ ગયો હતો. નવઘણને જાનથી મારી નાંખવાના ઇરાદે છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે નવઘણના છાતીના ડાબા ભાગે એક ઊંડો જીવલેણ ઘા મારી દીધો હતો. જેથી ઇજાગ્રસ્ત નવઘણને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા. જો કે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું. જેથી કરીને મૃતકના કાકા મનુભાઈ અજાણાની ફરિયાદ લેવામાં આવી હતી. તેના આધારે તપસ કરીને પોલીસે હાલમાં નવઘણની હત્યા કરનારા મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે. મોરબી પંચાસર રોડ વાળાન ઇ ધરપકડ કરી હતી. 


વર્લ્ડ બેંકની મિશન ટીમ રાજ્યની ચાર દિવસની મુલાકાતે, શિક્ષણ ક્ષેત્રે આવશે ધરખમ ફેરફાર


મોરબી હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મોહસીન ઉર્ફે ગજની ઉપર શરીર સબંધી અને અન્ય કુલ મળીને નવ જેટલા ગુના નોંધાયેલા છે. અત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર નવઘણ નામના યુવાનની હત્યા કરવાના ગુનામાં આ શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા છએક માસમાં મર્ડરના અનેક  બનાવો બન્યા છે. જેમાં મમુ દાઢી હત્યા, પાલીકાના પૂર્વ ચેરમેન અને મુસ્લિમ અગ્રણી ફારૂકભાઇ અને તેમના દિકરાની હત્યા, જોગડ ગામે ઢોર ચરાવવા બાબતે ડબલ મર્ડર, કાંતીનગર વિસ્તારમાં મહિલા બુટલેગર દ્વારા પ્રેમી સાથે મળીને પતિનું મર્ડર, રામઘાટ પાસે બહેનના પૂર્વ પ્રેમીની છરીના ઘા ઝીંકીને કરાયેલી હત્યા, હળવદના પંચમુખી ઢોરામાં વિસ્તારમાં લાકડી ફટકારીને આધેડની હત્યા, વેણાસર ગામે યુવાન ઉપર કાર ચડાવીને કરવામાં આવેલી નિર્મમ હત્યા સહિત અનેક મર્ડરો થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મર્ડર થયા છે જેથી મોરબીમાં હત્યાના બનાવ પણ રોજિંદા બની ગયા છે તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે.


ANAND માં ખુંખાર ગુનેગારોએ પોલીસને ઘેરી લીધી અને રિવોલ્વર તાકી લીધી અને પછી...


અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ "ગેંગ ઓફ વાસેપુર" અને "ગેંગ ઓફ મિરજાપુર" માં જેમ ફિલ્મમાં ધડોધડ મર્ડરના સીન દર્શાવવામાં આવતા હોય છે. તેવો જ ઘાટ મોરબીમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે ત્યારે મોરબીવાસીઓ કહેતા હોય છે કે, આતો મોરબી છે કે મિર્જાપુર..? ત્યારે હત્યાના બનાવોને રોકવા માટે અને ક્રાઇમને ઘટાડવા માટે ગૃહ વિભાગ દ્વારા મોરબીમાં "કડક અધિકારી" મૂકવામાં આવે તેવી પ્રબુધ્ધ નાગરિકોમાંથી માંગ ઉઠી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube