ANAND માં ખુંખાર ગુનેગારોએ પોલીસને ઘેરી લીધી અને રિવોલ્વર તાકી લીધી અને પછી...

જિલ્લામાં ભાલેજ પાસે આવેલા પેટ્રોલપંપ પર લુંટ કરવા જઈ રહેલા આંતરરાજય ગુનેગારોની ટોળકીનાં બે સાગરીતોને આણંદની એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. પુછપરછ કરતા તેઓની ટોળકીનાં વધુ ચાર સાગરીતોનાં નામ ખુલ્યા હતા. તેઓ રાજસ્થાનમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવતા એસઓજી પોલીસે બન્ને આરોપીઓની ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે.
ANAND માં ખુંખાર ગુનેગારોએ પોલીસને ઘેરી લીધી અને રિવોલ્વર તાકી લીધી અને પછી...

આણંદ : જિલ્લામાં ભાલેજ પાસે આવેલા પેટ્રોલપંપ પર લુંટ કરવા જઈ રહેલા આંતરરાજય ગુનેગારોની ટોળકીનાં બે સાગરીતોને આણંદની એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. પુછપરછ કરતા તેઓની ટોળકીનાં વધુ ચાર સાગરીતોનાં નામ ખુલ્યા હતા. તેઓ રાજસ્થાનમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવતા એસઓજી પોલીસે બન્ને આરોપીઓની ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે.

આણંદની એસઓજી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક નંબર પ્લેટ વગરની સફેદ રંગની એકટીવા મોપેડ પર બે પરપ્રાંતિય શખ્સો પોતાની પાસે લોડેડ તમંચા અને મારક હથીયારો સાથે કોઈ ગુનાહીત કૃત્યને અંજામ આપવા માટે સામરખાથી ભાલેજ થઈને ઓડ તરફ જઇ રહ્યા છે. જે બાતમીનાં આધારે એસઓજી પોલીસ ભાલેજ ઓડ રોડ પર આવેલી રેલ્વે ફાટક પાસે ગોઠવાઈ ગયા હતા. બાતમી મુજબ એકટીવા મોપેડ આવતા વોચમાં રહેલી પોલીસે એકટીવા મોપેડને રોકવાનો પ્રયાસ કરતા એકટીવા ચાલકએ પોતાનું મોપેડ પુરઝડપે હંકારી મુકયું હતું. જેથી પોલીસે પીછો કરીને એકટીવા મોપેડને ધક્કો મારીને પાડી દેતા એકટીવા મોપેડ ચાલક અને પાછળ બેઠેલો શખ્સ રોડ પર પડી ગયા હતા. આ સમયે એક શખ્સે દેશી હાથ બનાવટનો તમંચો કાઢતા તેમજ બીજાએ ધારદાર છરો કાઢતા પોલીસે તમંચો અને છરો ઝુંટવવા જતા બન્ને શખ્સોએ ઝપાઝપી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા. 

પોલીસે ઝડપેલા શખ્સોમાં એક શખ્સ રાજસ્થાનનાં મંદસોર જિલ્લાનાં મલાડગઢ તાલુકાનાં પીપલીયા મંડીમાં રહેતો રીયાઝહુશેન નન્નેખાન ન્યારગર અને બીજો શખ્સ જયપુર જિલ્લાનાં કોટપુતલી તાલુકાનાં બસઈ ગામનો વિજયભાઈ હરદાન મીણા તરીકે ઓળખ થઈ હતી. પોલીસે બન્ને શખ્સો પાસેથી એક દેશીબનાવટનો તમંચો, બે જીવતા કારતુસ, એક છરો, મોબાઈલ ફોન અને 350 રૂપિયા રોકડ઼ા અને એકટીવા મોપેડ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એસઓજી પોલીસે ઝડપી પાડેલો વિજય મીણા ખુંખાર ગુનેગાર છે. તે રાજસ્થાનનાં શાહપુરા પોલીસ મથકમાં ચોરી, જયપુર જિલ્લાનાં મનોહરપુર પોલીસ મથકમાં ફાયરીંગ વીથ લુંટનાં ગુનામાં સંડોવાયેલો છે. તે પોતાનાં સાગરીતો ચીતોડગઢનાં ભંવરલાલ સુહાનકા, આણંદનાં સામરખા ગામનાં રાજદીપ ઉર્ફે મોન્ટુ અને રાજસ્થાનનાં બસઈનાં મનીષ જયપાલ મિણા અને વિજય ઉર્ફે મલસિંગ જગમાલ મીણા સાથે મળીને ગુનાઓને અંજામ આપતા હોવાનું ખુલ્યું હતું.

આ ટોળકીનો નહી પકડાયેલો મનીષ મીણા રાજસ્થાનના કોટપુતલી, સામોદ, નારાયણપુર, પાલડી, સાદંડેરાવ, રાયપુરા. સરૂપગંજ, સેદડા, કોતવાલી, સુભાષનગર, ઉદયપુર, સરૂંડ સહિતનાં પોલીસ મથકોના મારામારી, રાયોટીંગ, લુંટ, જેવા 20 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું છે. તેમજ વિજય ઉર્ફે માલસિંગ કે જે નીમરાના, શાહપુરા અને કોટપુતલી સહિતનાં પોલીસ મથકના ચોરી, હથીયાર, લુંટ, હત્યાનો પ્રયાસ સહિતના પાંચ ગુનાઓ તેમજ સામરખા ગામનો રાજદીપસિંહ ઉર્ફે મોન્ટુ આણંદ રૂરલ પોલીસ મથકમાં મારામારી, દારૂ તેમજ દેવગઢ બારીયા પોલીસ મથકના દારૂના ગુનામાં સંડોવાયેલા છે. 

એસઓજી પોલીસે ઝડપી પાડેલ રીયાઝહુસેન અને વિજય મીણાની સઘન પૂછપરછ કરતા બન્નેએ કબુલાત કરી હતી કે, રાજસ્થાનના ચિત્તોડગઢ કપાસર રોડ પર આવેલી કાલીકા હોટેલના માલિક ભવરલાલ સુહાંનકાએ તેમને ચોરી કે લુંટ કરવા માટે મોકલ્યા હતા. આણંદના સામરખા ખાતે રહેતા રાજદીપ ઉર્ફે મોન્ટુને મળજો. અને તે કહે તે પ્રમાણે ચોરી કે લૂંટ કરી પરત રાજસ્થાન આવતા રહેજો. જેથી બંને જણા રાજસ્થાનથી એકટીવા લઈને નીકળ્યા હતા. અને સામરખા આવીને રાજદીપ ઉર્ફે મોન્ટુને મળ્યાં હતા. જેણે ભાલેજ-ઓડ રોડ પર આવેલો પેટ્રોલ પંપ બતાવ્યો હતો અને આ પેટ્રોલપંપ પર લૂંટ કરવાનું જણાવું હતું. જે અયોજન મુજબ બંને લૂંટ કરવા જતાં હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news