વર્લ્ડ બેંકની મિશન ટીમ રાજ્યની ચાર દિવસની મુલાકાતે, શિક્ષણ ક્ષેત્રે આવશે ધરખમ ફેરફાર
Trending Photos
* મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ' દ્વારા આવનારા પાંચ વર્ષમાં રાજ્યની લગભગ 20,000 સરકારી શાળાઓનું આમૂલ રુપાંતરણ કરાશે
* વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની ટીમે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી
ગાંધીનગર: રાજયમા મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ' દ્વારા આવનારા પાંચ વર્ષમાં રાજ્યની લગભગ 20,000 સરકારી શાળાઓનું આમૂલ રુપાંતરણ કરવા માટે અને વૈશ્વિક સુવિધાઓ આપવા માટે વર્લ્ડ બેંકની મિશન ટીમ રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવી છે. આ ટીમે પ્રવાસના પ્રથમ દિવસે વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની ટીમે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી. એકવીસમી સદી એટલે જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તથા બદલતા સમય સાથે વિશ્વસ્તરીય તમામ શૈક્ષણિક સુવિધાઓ બાળકો સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 'મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ' દ્વારા આવનારા પાંચ વર્ષમાં રાજ્યની લગભગ 20,000 સરકારી શાળાઓનું આમૂલ રુપાંતરણ કરવામાં આવશે.
આ મિશન અંતર્ગત અદ્યતન માળખાકીય સુવિધાઓ અને અધ્યયન અધ્યાપન નિષ્પતિઓ આધારિત વૈશ્વિકસ્તરનું શિક્ષણ પુરું પાડવામાં આવશે. વર્લ્ડ બેંક (WB) અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા આશરે 8,000 કરોડના ફંડીંગ દ્વારા લગભગ રાજ્યના સરકારી શાળામાં ભણતા 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણની તમામ સુવિધાઓનો લાભ મળશે. જેની શરુઆતના ભાગરુપે વર્લ્ડ બેંકની મિશન ટીમ દ્વારા રાજ્યની પ્રથમ ચાર દિવસની મુલાકાત તા.23 થી 26 નવેમ્બર, 2021ના આજના પ્રથમ દિવસનો આરંભ થયો છે.
વર્લ્ડ બેંકના પ્રતિનિધી સુ શબનમ સિંહા અને તેમની ટીમ સાથે રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ તથા અન્ય ઉચ્ચ અધિકારી ઓ સાથે કાર્યશાળા દ્વારા તબક્કાવાર આયોજન અંગે જરુરી વિચાર ગોષ્ઠી કરવામાં આવી. વર્લ્ડ બેંકના અન્ય વિષય નિષ્ણાંત સભ્યો વર્ચ્યુઅલી કાર્યશાળામાં જોડાયા અને એમના જરુરી મંતવ્યો આપ્યા. વર્લ્ડ બેંકની ટીમ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની શાળાઓની મુલાકાત કરનાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે