સુરત : સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો મેડિકલ રિપોર્ટ કરાવી પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર ખોટો લખાવીને કોરોના પોઝિટિવ દર્દી ખુલ્લેઆમ ફરી રહ્યો છે. 10 દિવસ થવા છતા પણ હજી સુધી તેની કોઇ માહિતી મળી નથી. પોલીસે તેને શોધવા માટે ભાઠે વિસ્તાર ખુંદી નાખ્યો છે. જો કે હજી સુધી તેની કોઇ માહિતી મળી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્રને સહકાર આપો નહી તો વતન જવા નિકળ્યાં હશોને સીધા જેલમાં પહોંચશો: રાજ્ય પોલીસ વડા

ગત્ત 25 એપ્રિલે કોરોના વાયરસના લક્ષણો ધરાવતા અનિલ ભાઇલાલ ચૌહાણ (ઉ.વ 25)એ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ કરાવ્યા બાદ અનિલે પોતાનું સરનામું ભાઠેના ક્રિષ્ણાનગર સોસાયટીનાં ઘર નં.13 અને મોબાઇલ નંબર લખાવ્યો હતો. બીજા દિવસે અનિલનો કોરોનાનો પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. મનપાના ઉમરવાડા વોર્ડ-1ના સેનેટરી ઇન્સપેક્ટર મહેશ રાણાએ અનિલ ચૌહાણનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સંપર્ક થઇ શક્યો નહોતો. જ્યારે એક ટીમ તેના ઘરે જઇને પણ તપાસ કરી હતી. જો કે તેણે લખાવેલું સરનામું ખોટું હતું.  આસપાસ તપાસ કરતા પણ આવી કોઇ વ્યક્તિ નહી હોવાનું સામે આવ્યું હતું. જીવતા બોમ્બ સમાન આ વ્યક્તિ હાલ ખુલ્લામાં ફરી રહ્યો હોવાના કારણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


રાજ્ય સરકારનો વિજબિલ અંગે મહત્વનો નિર્ણય, ગ્રાહકોને થશે 310 કરોડનો ફાયદો

પોલીસે હાલ તો ફરિયાદ દાખલ કરીને તે વ્યક્તિની શોઘખોળ હાથ ધરી છે. જો કે પોલીસનું માનવું છે કે, તેણે ભાઠેનું એડ્રેસ આપ્યું છે માટે તે વ્યક્તિ આ વિસ્તારથી પરિચિત હોવો જોઇએ અને આ જ વિસ્તારમાં અન્ય કોઇ જગ્યાએ રહેતો હોવો જોઇએ. માટે હાલ તો પોલીસ તેને આ જ વિસ્તારમાં શોધી રહી છે. સમગ્ર ભાઠે વિસ્તારમાં તેની તપાસ કરાઇ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર