રાજ્ય સરકારનો વિજબિલ અંગે મહત્વનો નિર્ણય, ગ્રાહકોને થશે 310 કરોડનો ફાયદો

વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો:  ગ્રાહકોને અંદાજે ૩૧૦ કરોડની રાહત થશે

રાજ્ય સરકારનો વિજબિલ અંગે મહત્વનો નિર્ણય, ગ્રાહકોને થશે 310 કરોડનો ફાયદો

હિતલ પારેખ/ગાંધીનગર : હાલ લોકડાઉનનાં કારણે મોટા ભાગના ઉદ્યોગ ધંધા અટકેલા પડ્યાં છે જેના કારણે માલિકથી લઇને મજુર સુધી સૌ કોઇ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. તેવામાં સરકાર દ્વારા વિવિધ રાહત અને વિવિધ પેકેજ દ્વારા રાહત મળી રહે તેવા પગલા ઉઠાવવમાં આવી રહ્યા છે. આ અંગે આવો જ એક મહત્વનો નિર્ણય લેતા આજે રાજ્ય સરકાર દ્વારા ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ અંગે ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે રાજ્ય સરકારે પોતાના હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૬ પૈસાના ઘટાડાનો નિર્ણય કર્યો છે. રાજ્યના અંદાજે ૧.૩૦ કરોડથી વધુ ગ્રાહકોને રૂપિયા ૩૧૦ કરોડનીથી વધારેની રાહત મળશે.

વીજ વપરાશકર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી ૨૦૨૦થી માર્ચ ૨૦૨૦ દરમિયાન ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ ૨.૦૬ પૈસા લેખે વસૂલાતો હતો તેની સામે એપ્રિલ ૨૦૨૦ થી જૂન ૨૦૨૦ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા ૧.૯૦ ના દરે વસૂલવાનો થાય છે. આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટમાં ૧૬ પૈસાનો ઘટાડો થયો છે. આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા ૩૧૦ કરોડની રાહત મળશે.

ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ખરીદ્યો છે. અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછો થયો છે. જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એટલે કે અંદાજે ૧.૩૦ કરોડ થી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે. બિલ ઓછું આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news