અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદના કેશવબાગ (Keshavbagh) માં આવેલા આનંદ વિહાર ફ્લેટના રહીશો ખાનગી બિલ્ડરના ત્રાસથી પરેશાન છે. અહીં રહેતા લોકો એટલા ત્રસ્ત છે કે તેણે આ ખાનગી બિલ્ડરથી છૂટકારો મેળવવા માટે મારૂતિ યજ્ઞ કર્યો છે. આનંદ વિહાર ફ્લેટના લોકોએ ખાનગી બિલ્ડરના ત્રાસથી છૂટકારો મેળવવા માટે આ યજ્ઞનું આયોજન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે ઘટના
અહીં રહેતા લોકોનો આરોપ છે કે તેમના પર ખાનગી બિલ્ડર અને હાઉસિંગ બોર્ડ (gujarat houseing board) દ્વારા રી-ડેવલોપમેન્ટ માટે ત્રાસ આપવામાં આવી રહ્યો છે. રી-ડેવલોપમેન્ટ (Re-development) માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ દબાણથી મુક્તિ મેળવવા માટે આજે રહીશોએ મારૂતિ યજ્ઞ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે રી-ડેવલોપમેન્ટના નિયમ મુજબ સહમતિ માટે જેટલા લોકોની જરૂર હોય એટલી સહમતિ નથી. એટલે અમારા મકાન રી-ડેવકોપમેન્ટમાં લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચોઃ રાજકીય પક્ષોને હિન્દીભાષીઓ પર છે કેટલો વિશ્વાસ? જાણો મતોનું રાજકારણ


સ્થાનિકોને મોટો આરોપ
સ્થાનિકોએ કહ્યું કે, વારંવાર અમારા બાંધકામ તોડી પાડવા, રી-ડેવલોપમેન્ટ માટે સહમતિ આપવા માટે ડરાવવામાં આવી રહ્યાં છે. ખાનગી બિલ્ડર અહીં બુલડોઝર મોકલીને અમને ડરાવે છે. આનમંદ વિહાર ફ્લેટની બન્ને તરફ મુખ્ય રોડ આવેલો છે. જેમાં એક 132 ફૂટનો રોડ પણ છે. અહીં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી મોટો લાભ મેળવવા માટે અમને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. આ મામલે સ્થાનિકોએ હાઈકોર્ટનો પણ સહારો લીધો છે. લોકોની સહમતિ ન હોવા છતાં બિલ્ડર સતત દબાણ કરી લોકોને રી-ડેવલોપમેન્ટ માટે મજબૂર કરી રહ્યાં છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube