ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાત

ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોને વિના મૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. બવે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો નહીં રહે ભૂખ્યા. આવતીકાલથી ડાકોર દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. 

ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાત

Kheda News ખેડા : ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોને વિના મૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. બવે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો નહીં રહે ભૂખ્યા. આવતીકાલથી ડાકોર દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. 

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો કે, રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે. આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોને લાભ મળશે. આવતીકાલ સોમવારથી ભક્તોને ડાકોર મંદિરમાં ભોજન મળશે. 

Add Zee News as a Preferred Source

અત્યાર સુધી ડાકોર ખાતે મંદિર પ્રશાસન તરફથી વિના મૂલ્યે ભોજનની કોઈ વ્યવસ્થા ન હતી. ભક્તોને જાતે જ વ્યવસ્થા કરવી પડતી હતી. ત્યારે મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે. ભક્તોએ આ નિર્ણયને આવકાર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news