તેજસ દવે/ મહેસાણા: કડીમાં એક યુવતી સાથે એવી ઘટના બની કે જે સાંભળીને ભલભલાના રુવાડા ઊભા થઈ જાય. યુવતીને નાસ્તો કરવાના બહાને ગાડીમાં લઈ જઈ યુવકે તેની સાથે દુષ્કર્મ તો આચર્યું. એટલાથી સંતોષ ન થતા યુવતીને શરીરને બચકા ભર્યા, નખ માર્યા અને યુવતીના વાળ કાતરથી કાપી નાખ્યા. હજુ પણ હેવાનને સંતોષ નહોતો તો યુવતીને નગ્ન હાલતમાં રોડની બાજુમાં ગાડીમાંથી બે પગ પકડીને ઢસડીને બહાર નાખી દીધી. ત્યારે સવાલ ઉભો થાય છે કે કેમ આ યુવતી સાથે આ યુવકે દુષ્કર્મ કર્યું અને કેમ આ યુવતી સાથે યુવકે આ હેવાનિયત ભર્યું વર્તન કર્યું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત ગુજરાતના 26 જિલ્લામાં ધોધમમાર વરસાદ પડશે


મહેસાણાના કડીમાં એવી ઘટના બની કે જે ઘટના સાંભળતા જ ભલભલાના રુવાડાઓ ઊભા થઈ જાય. એક યુવતી સાથે યુવકે તેની લગ્નની ઉંમર ન થતી હોય સાત મહિના પહેલા મૈત્રી કરાર કર્યો. અને સાત મહિના બાદ યુવતીને ખબર પડી કે યુવકનો ગુનાહિત ઇતિહાસ છે. જેથી સંબંધ રાખવાની ના પાડતા આ યુવકે યુવતી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કર્યું. 


વીજળીથી વરસાદનો વરતારો! ત્રણ દિવસમાં આકાશમાં આ ચિહ્ન ના દેખાયા તો વેર વાળશે વરૂણ દેવ


સમગ્ર ઘટનાની વિગતે માહિતી જોઈએ તો વિરમગામની 23 વર્ષીય આ યુવતી કડીના ચાવડા આર્યન મહેન્દ્રભાઈ નામના યુવકના સંપર્કમાં આવી હતી. જે બંને મૈત્રી કરાર કર્યા હતા અને મૈત્રી કરાર મુજબ પ્રસંગોપાત એકબીજાના ઘરે પણ જતા હતા. પરંતુ આર્યનની લગ્ન કરવાની ઉંમર ન હોય મૈત્રી કરાર આધારે લગ્ન કરવાની ઉંમર થાય ત્યાં સુધી એકબીજાને ઘરે જવા આવવા અને સાથે રહેવા કરાર કર્યો હતો. સાત મહિના પહેલા મૈત્રી કરાર કર્યા બાદ હવે યુવતીને એવી જાણ થઈ કે યુવકનો તો ગુનાહિત ઇતિહાસ છે. આર્યન સાથે સંપર્કમાં આવેલી એક યુવતી અગાઉ આત્મહત્યા કરી ચૂકી છે. આર્યનનો આ ગુનાહિત ઇતિહાસ ખબર પડતા યુવતીએ આર્યન સાથે કોઈ સંબંધ રાખવાની ના પાડી દીધેલી. જોકે સંબંધ તોડવાની વાતથી આર્યન ડઘાઈ ગયો હતો. 


શેરડી પકવતા ખેડૂતો થઈ જશે બર્બાદ! સુરતમાં જોવા મળ્યો આ રોગનો ઉપદ્રવ, બચવા શું કરવું?


કડીમાં રહેતો આર્યન મહેન્દ્રભાઈ ચાવડા 23 જુને સ્કોર્પિયો જીપ લઈને વિરમગામ યુવતીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં યુવતીને છેલ્લી વાર મળવાનું કહી નાસ્તો કરવાના બહાને તેની સાથે લઈ ગયો હતો. જ્યાં યુવતીએ ફરીથી આર્યન સાથે કોઈ સંબંધ રાખવાની ઘસીને ના પાડી દીધી હતી. જેનાથી ગુસ્સે થયેલા આર્યને મારી સાથે સંબંધ રાખવાની કેમ ના પાડે છે તેમ કહી સમાજમાં બદનામ કરવાનું જણાવી તેને ઘરડા પાટુનો માર માર્યો હતો. ગાડીમાં જ વચ્ચેની સીટ પર યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું. ડાબા હાથ પર બચકું ભર્યું નખ માર્યા, એટલાથી આ હેવાનને સંતોષ ન હોય એમ યુવતીના વાળ કાતરથી કાપી નાખ્યા. અને આખી રાત ગાડીમાં ગોંધી રાખી. 


કુંડસદ ગામ પાસે વહેતી નદીમાં અચાનક વહેવા લાગ્યું 'દૂધ', પછી સામે આવ્યું ચોંકાવનારું


24 જૂને સવારે યુવતીને કડીના બલાસર ફાટક પાસે રોડની બાજુમાં ગાડીમાંથી અર્ધ નગ્ન હાલતમાં ફેંકી દઈ આર્યન ભાગી ગયો હતો. યુવતીને નગ્ન હાલતમાં ત્યાંથી પસાર થતા લોકોએ જોતા આર્યને તેની પર ફેંકેલા કપડા યુવતીને આપી પોલીસને જાણ કરતા પોલીસે પીડિત યુવતી અને સારવાર હેઠળ ખસેડી હતી. 


અમદાવાદ ભાજપના નેતા અને તેના ભાઈના ત્રાસથી પરિણીતાનો 2 વાર આત્મહત્યાનો પ્રયાસ


આ સમગ્ર ઘટના બાબતે મહેસાણા ડીવાયએસપી પણ કડી દોડી આવ્યા હતા અને યુવકનો ગુનાહિત ઇતિહાસ કઢાવતા એક યુવતીએ પણ આ યુવકના સંપર્કમાં આવ્યા બાદ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે કેસ હજુ ચાલુ છે, જેની જાણ આ પીડિત યુવતીને થતા જ યુવતીએ આર્યન સાથે સંબંધ કાપી નાખવાની વાત કરી હતી. જેનાથી ગુસ્સે ભરાયેલ આર્યને યુવતીની આ દયનીય હાલત કરી નાખી છે. કડી પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી યુવકના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 


ગુજરાતમાં ખરીફ વાવેતર: 11.78 લાખ હેક્ટરમાં ખેડૂતોએ કરી વાવણી, કપાસનું વધ્યું તો મગફ


આમ આ યુવતી સાથે બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. યુવતી સંબંધ રાખવા ના માગતી હોવા છતાં આર્યને સંબંધ રાખવાની જીદમાં યુવતીની આવી દયનીય હાલત કરી નાખી છે. જે જોઈને કોઈને પણ યુવક પ્રત્યે ધૃણા પેદા થાય. હવે કડી પોલીસે યુવકની તાત્કાલિક ધરપકડ થાય તે માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


વિશ્વની સૌથી કઠિન મેરેથોનમાં સુરતીઓએ વગાડ્યો ડંકો, પિતા પુત્રની જોડીએ કરી જમાવટ