વીજળીથી વરસાદનો વરતારો! ત્રણ દિવસમાં આકાશમાં આ ચિહ્ન ના દેખાયા તો વેર વાળશે વરૂણ દેવ

Ambalal Patel Rain Forecast: વાવાઝોડાના કારણે ચોમાસાની પેટન ખોરવાઇ ગઇ છે. જેના કારણે ગુજરાતમાં હજું હવે ચોમાસું બેસી રહ્યું છે. આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યારે અનેક વિસ્તારમાં વાવાણી લાયક વરસાદ થયો છે. જોકે, ચોમાસાના વરસાદના વર્તારા માટે અષાઢ મહિનામાં વિજળી જોવાનુ મહત્વ છે. અષાઢ મહિનામાં વિજળી જોઈને પણ વર્તારો કાઢવામાં આવે છે. અષાઢ મહિનામાં વીજળી વરસાદનો માર્ગ બતાવે છે.

1/9
image

અષાઢ સુદ બીજ અને નોમને દિવસે સોમ, ગુરુ કે શુકવાર હોય તો પુષ્કર વરસાદ થાય. બુધવાર હોય તો મધ્યમ વરસાદ, રવિવાર હોય તો તાવનો રોગવાળો ફેલાય, મંગળવાર હોય તો વરસાદનો અભાવ અને શનિવાર હોય તો દુષ્કાળ પડે.

2/9
image

અષાઢ સુદ પાંચમે વિજળી ઝબુકે તો સુંદર ચોમાસુ સમજવું, જો તે દિવસે વાદળ વિજળી કંઇ ન થાય તો ચોમાસુ નિષ્ફળ સમજવું. 

3/9
image

અષાઢ સુદ સાતમે આકાશમાં ચંદ્ર વાદળા વિનાનો નિર્મળ હોય તો પણ અનાવૃષ્ટિ સમજવી.

4/9
image

અષાઢ સુદ નોમ ગાજે પણ વરસે નહીં તો પણ અનાવૃષ્ટિ સમજવી. તે દિવસે સૂર્ય નિર્મળ હોય અને પૂર્ણ પ્રકાશિત હોય તો સારો વરસાદ સમજવો. રાત્રે ચંદ્ર આકાશમાં વાદળામાં છુપાએલો રહે તો પણ સારો વરસાદ સમજવો.

5/9
image

જન્માષ્ટમી શનિ, રવિ કે મંગળવારે હોય તો અછત પરિસ્થિતિ થાય.  

6/9
image

અષાઢ શુક્લ પક્ષમાં બુધનો ઉદય થાય અને શ્રાવણમાં (વદી પક્ષમાં) શુક્રનો અસ્ત થાય તો દુષ્કાળ પડે.

7/9
image

અષાઢી પૂનમે ચંદ્ર વાદળામાં દેખાય નહી તો ચોમાસામાં સારો વરસાદ થાય. તેને બદલે આ ચંદ્ર ચોખ્ખો વાદળા વગરનો દેખાય તો દુષ્કાળ થાય. અષાઢી પૂનમે ગાજવીજ વરસાદ થાય તે સારા ચોમાસાની નિશાની છે.

8/9
image

અષાઢ મહિનામાં ચંદ્ર નક્ષત્રો – ચિત્રા, સ્વાતિ કે વિશાખામાં વરસાદ થાય તો ચોમાસુ સારુ જાય. તેને બદલે જો આ ત્રણેય નક્ષત્રો વરસાદ વગરનાં રહે તો સ્થળાંતર કરવું પડે તેવો દુષ્કાળ આવે.

9/9
image

અષાઢી પૂનમને દિવસે વાદળ હોય અને સાંજે પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન ફુંકાતો હોય તો સારું ચોમાસુ થાય. દક્ષિણ કે પશ્ચિમનો પવન હોય તો મધ્યમ ચોમાસુ થાય. નૈઋત્ય કે અગ્નિ દિશાનો પવન હોય તો નબળું ચોમાસુ જાણવું.