Rain forecast: આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત ગુજરાતના 26 જિલ્લામાં ધોધમમાર વરસાદની આગાહી

Gujarat HeavyRain: ગુજરાતમાં આજે સવારના 6થી અત્યાર સુધીમાં 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જાબુંઘોડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગોધરામાં સાડા ત્રણ, ડેસરમાં 3, આણંદ, કાલોલ, હાલોલ અને ઉમરેઠમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે

Rain forecast: આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત ગુજરાતના 26 જિલ્લામાં ધોધમમાર વરસાદની આગાહી

Gujarat HeavyRain forecast: મુંબઇમાં આજે ચોમાસાએ દસ્તક દીધી છે ત્યારે એક સપ્તાહ બાદ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું દસ્તક દે તેવો અનુમાન હોય છે. જો કે વિધિવત ચોમાસાના દસ્તક પહેલા જ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી પંચમહાલ, ખેડા, વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં લોકોને બફારાથી રાહત મળી છે. 

ગુજરાતમાં આજે સવારના 6થી અત્યાર સુધીમાં 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જાબુંઘોડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગોધરામાં સાડા ત્રણ, ડેસરમાં 3, આણંદ, કાલોલ, હાલોલ અને ઉમરેઠમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે ગુજરાતના 26 જિલ્લામાં વરસાદની હવામાનની આગાહી કરી છે. મોટા ભાગના જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આગામી ત્રણ કલાક ધોધમમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ કલાક પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જે મુજબ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વલસાડ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરત, ગીર સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે  વરસાદ થઇ શકે છે.  

ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. એમાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં પણ વરસાદના કારણે નદી-નાળામાં નવી નીરની આવક થઈ છે. પહેલા વરસાદમાં દેવગઢ બારિયાની પાનમ નદી છલકાઈ છે. 

દાહોદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે.  તોખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ છે. યાત્રાધામ ડાકોરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે છોટાઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં મેઘરાજાએ મહેર કરી. સારો વરસાદ આવતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

પંચમહાલમાં આજ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. પંચમહાલના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. સતત વરસાદના કારણે નદી-નાળામાં પાણીની આવક થઈ છે. તો વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.પંચમહાલના હાલોલ-શામળાજી રોડ પર વીજપોલ ધરાશાયી થતા રોડ બ્લોક કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના અને પવનના કારણે વીજપોલ ધરાશાયી થયો હતો. તો બીજી તરફ ગોધરા માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાઈ ગયા. તેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news