ગુજરાતમાં ખરીફ વાવેતર: 11.78 લાખ હેક્ટરમાં ખેડૂતોએ કરી વાવણી, કપાસનું વધ્યું તો મગફળીનું ઘટ્યું

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12.54 ટકા ખરીફ પાકોનું વાવેતર કરી નાંખ્યું છે. જેમાં કપાસનું 29.21 ટકા, મગફળીનું 16.05 ટકા, વરસાદના અભાવે ડાંગર, બાજરી, મકાઈ તથા ધાન્ય પાકોમા વાવેતર ઓછું થયું છે.

ગુજરાતમાં ખરીફ વાવેતર: 11.78 લાખ હેક્ટરમાં ખેડૂતોએ કરી વાવણી, કપાસનું વધ્યું તો મગફળીનું ઘટ્યું

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હજું બેઠું નથી, પરંતુ કેટલાક પંથકમાં વાવણી કાર્યનો આરંભ થઇ ગયો છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ખેડૂતોએ રાજ્યમાં ખરીફ વાવેતરની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12.54 ટકા ખરીફ પાકોનું વાવેતર કરી નાંખ્યું છે. જેમાં કપાસનું 29.21 ટકા, મગફળીનું 16.05 ટકા, વરસાદના અભાવે ડાંગર, બાજરી, મકાઈ તથા ધાન્ય પાકોમા વાવેતર ઓછું થયું છે.

ગુજરાતમાં 12 જૂન સુધીમાં 2,62,300 હેકટર વાવેતર થયું
આ વર્ષે હજી ચોમાસુ આરંભાયું નથી ત્યાં ખરીફ પાકમાં વાવતેર કાર્ય શરૂ થઇ ગયું છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વરસાદની શરૂઆત થતા ખેડૂતોએ હોંશે હોશે વાવેતર શરૂ કરી નાંખ્યું છે. ખરીફ પાકમાં ગુજરાતમાં 12 જૂન સુધીમાં જે કુલ વાવેતર થયું છે તે 2,62,300 હેકટર થઇ ગયું છે અને તેમાં કપાસ અને મગફળીનો સિંહ ફાળો છે. કપાસનું વાવેતર 1,73,800 હેકટરમાં અને મગફળીનું વાવેતર 65,100 હેકટરમાં થયું છે. આ બન્ને પાકનું કુલ વાવેતર 2,38,900 હેકટર થાય છે જે રાજ્યના ખરીફ પાકના કુલ વાવેતરના 91.08 ટકા થાય છે.

ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 1.30 લાખ હેક્ટર વિસ્તારની છે. દરમિયાન આગોતરા વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં પાકને ફાયદાકારક રહેવાની ગણતરીએ ખેડૂતો દ્વારા વાવેતરનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને કપાસના પાકની 10,60 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવાણી કરવા સાથે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશની સામે 16 ટકા વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન વર્ષમાં ચોમાસાની પ્રગતિ ઢીલમાં પડતા ડાંગર તથા સોયાબીનના વાવેતર પર અસર પડવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. કૃષિ ક્ષેત્ર માટે મહત્વના એવા દેશના અનેક રાજ્યોમાં ચોમાસું હજુ બેઠું નથી.  મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદની વ્યાપક ખાધ જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news