સુરતના કુંડસદ ગામ પાસે વહેતી નદીમાં અચાનક વહેવા લાગ્યું 'દૂધ', પછી સામે આવ્યું ચોંકાવનારું કારણ

આખરે કોના પાપે નદીઓ પ્રદુષિત થઈ રહી છે. શું આવી રીતે બનશે સ્વચ્છ ભારત, સુંદર ભારત.. જુઓ આ કુડસદ વિસ્તારમાંથી પસાર થતી નદીને.. જાણે દૂધની નદી હોય તેમ સંપૂર્ણ સફેદ રંગની થઈ ચૂકી છે. નદીનું પાણી આખે આખું સફેદ થઈ જતા લોકો પણ અચંબિત થઈ ગયા હતા.

સુરતના કુંડસદ ગામ પાસે વહેતી નદીમાં અચાનક વહેવા લાગ્યું 'દૂધ', પછી સામે આવ્યું ચોંકાવનારું કારણ

સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લામાં દૂધની નદી વહી છે, સાંભળવામાં થોડું અજીબ લાગશે! પણ અમે તમને કહી દઈએ કે અરે આ તો ઔદ્યોગિક કેમિકલ માફિયાના પરાક્રમે કુંડસદ ગામ પાસેથી પસાર નથી નદીમાં સફેદ રંગ જોવા મળ્યો છે. આ નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ, પશુધન, પીવા માટે ઉપયોગ લેવાય છે. પરંતુ બેરોકટોક રીતે ઉદ્યોગકારો નદી, ખાડી, કોટરઓને પ્રદુષિત કરી રહયા છે. આખરે કેમ GPCB વિભાગ કડક કાર્યવાહી હાથ ધરતું નથી. GPCB વિભાગ ફક્ત પાણીના સેમ્પલ લઈ સંતોષ માને છે. આખરે કોના પાપે નદીઓ પ્રદુષિત થઈ રહી છે. શું આવી રીતે બનશે સ્વચ્છ ભારત, સુંદર ભારત.. જુઓ આ કુડસદ વિસ્તારમાંથી પસાર થતી નદીને.. જાણે દૂધની નદી હોય તેમ સંપૂર્ણ સફેદ રંગની થઈ ચૂકી છે. નદીનું પાણી આખે આખું સફેદ થઈ જતા લોકો પણ અચંબિત થઈ ગયા હતા.

શું સુરત જિલ્લામાં દૂધની નદી વહી!
સુરત જિલ્લા અનેક વખત નદી, કોટર, ખાડીઓ રંગ બદલાય જતા હોય છે. આ કોઈ કુદરતી કરામત નથી હોતી પરંતુ કુદરતે આપેલી અમૂલ્ય ભેટને કેટલાક પરજીવી કેમિકલ, બે નંબરી ઉદ્યોગીક માફિયાઓ પ્રદુષિત કેમિકલ્સ છુપી રીતે નિકાલ કરી દેતા હોય છે. જેને લઈને સમગ્ર જીવ શ્રુસ્તીને નુકશાન પહોંચી રહ્યું છે.

સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામના મધ્યમાંથી પસાર થતી ખાડીનો રંગ વહેલી સવારે ઉઠીને જોતા બદલાય ગયો. જાણે ખાડીમાં પાણી નહી પરંતુ દૂધ વહી રહ્યું હોય તેમ આખેઆખે ખાડી સફેદ દૂધ જેવી જોવા મળતા સૌ કોઈ અચંબિત થઈ ગયા હતાં. મહત્ત્વનું છે કે કુડસદ ગામના આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોમાંથી આ દૂષિત કેમિકલ છોડાયું હોવાનું જાણવા મળ્યું હતું. ખાડીનું પાણી અહીંયા ના સ્થાનિક લોકો સિંચાઈ, પશુધન તેમજ પીવા માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ ઔદ્યોગિક માફિયાઓને કોઈની પડી ન હોઈ તેમજ બેલગામ બની બેરોકટોક ખુલ્લેઆમ ઝેરી પ્રદુષિત કેમિકલ છોડી દે છે. સ્થાનિકો લોકોમાં તંત્રની કામગીરી સામે ખૂબજ રોષ જોવા મળી રહ્યો છે.

જળની સાથે વાયુ પણ પ્રદુષિત કરી રહ્યા છે.
ઔદ્યોગિક એકમો આવેલા ડાઇંગ, પ્રિંટીંગ મિલો, નદી, નાળા, ખાડી, કોટર માં છુપી રીતે પ્રદુષિત ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડી દેતા હોય છે. જળ ની સાથે વાયુ પ્રદુષણ પણ વધ્યું છે. વેસ્ટજ ગોડાઉન કચરા નિકાલ કરતા લોકો ખુલ્લેઆમ સળગાવી દેવા દેતા ધુમાડા મારફતે વાયુ ને પણ પ્રદુષિત કરી રહયા છે.

GPCB વિભાગ ગાંધારી ભૂમિકામાં?
અનેક વખતે નદીઓમાં ઝેરી કેમિકલ નિકાલ પ્રદુષણ મુદ્દે GPCB વિભાગ સ્થળ પર આવતું હોય છે. પાણીના સેમ્પલો પણ લઈ જતા હોય છે. પરંતુ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી ન થતી હોવાના કારણે ઔદ્યોગિકારો કેમિકલ માફિયાઓ બેફામ બને છે

નદીઓના રંગ કેમ બદલતા રહે છે!
નદીઓના રંગ થોડા થોડા દિવસે બદલતા રહે છે. એ કોઈ કુદરત ની કરામત નથી. પરંતુ આ જીવ શ્રુસ્તી ને હાનિ પહોંચાડતા પરજીવી કેમિકલ માફિયાઓ દૂષિત ઝેરી કેમિકલ છોડી જતા હોય છે. જેના કારણે ક્યારે નદી ભૂરી, લીલી, લાલ, સફેદ, જેવા રંગ ની થઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news