હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં ૧૮૬ તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં વરસાદ (gujarat rains) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કચ્છના અંજારમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કચ્છના ભૂજમાં અને મોરબીના મોરબી શહેરમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના દસાડા, રાજકોટના લોધીકા અને બનાસકાંઠાના દાતામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગીર તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ (heavy rain) વરસ્યો છે. તો રાજ્યના 46 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં ૨૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ચીખલીમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. 


રિયા ચક્રવર્તીના ફિલ્મી કરિયરનું 'THE END', નિર્દેશકોએ લેવાની ચોખ્ખી ના પાડી દીધી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી પાણી 
નખત્રાણા તાલુકાના ભડલી ગામે રહેણાંક મકાનમાં મગરે એન્ટ્રી કરતા લોકોમાં બય ફેલાયો હતો. ભડલીના મનુ મેઘા મારવાળાના મકાનમાં મગર ઘૂસી ગય હતો. જેથી ગામના હાજરાઈ તળાવમાંથી નીકળી રહેણાંકમાં મગર આવતા ગામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોએ આ વિશે જંગલ ખાતાને જાણ કરી હતી. તો ગઈ કાલે અંજારમાં 5 ઇંચ જેટલા ભારે વરસાદથી અનેક કંપનીઓમાં પાણી ભરાયાની પરિસ્થિતિ જોવા મળી. અંજારની વેલસ્પન કંપની બેટમાં ફેરવાઈ ગઈ છે. કર્મચારીઓ બોટ બનાવી તરતા અંદર જઇ રહેલા નજરે પડ્યા હતા. મહિલા કર્મચારીઓ ઘૂંટણસમાં પાણીથી મુશ્કેલીમાંથી પસાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મોટા ભાગના પ્લાન્ટ્સમાં પાણી ભરાતા કર્મચારીઓને અંદર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ, કંપની દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના કરતા કર્મચારીઓની હાલત કફોડી બની હતી. 


વિશ્વામિત્રીની સપાટી ઘટી 
વડોદરાના આજવા સરોવરમાંથી મોડી રાત્રે 3500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું છે. જેથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયુ હોવા છતાં નદીની સપાટી ઘટી હતી. ઢાઢર નદી પાણી લેતા વિશ્વામિત્રી નદીનું લેવલ ધટ્યું હતું. આજવા સરોવરની સપાટી ઘટીને 212.15 ફૂટ પર પહોંચી છે. તો વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 16 ફૂટ થઈ છે. 


સુરતની મીઠીખાડીમાં પૂર જેવી સ્થિતિ 
સુરતના મીઠીખાડીને લઈ હજી પણ સ્થાનિક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. ખાડીમાં પાણી હજી પણ ભરાયેલા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો હાઇડ્રોલિક મશીનથી પાણી બહાર કાઢી રહ્યાં છે. જોકે, હજી આ વિસ્તારના લોકોના માથેથી ઘાત ટળી નથી. હજી પણ મીઠીખાડી અને કમરૂનગર વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. કારણ કે, ખાડીની સપાટી વધે તેવી શક્યતા છે. 


ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....


આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો, 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંક્યા બાદ માતાએ છલાંગ લગાવી 


બીડી મૂકેલા ઑક્સીમીટરના વાયરલ વીડિયોનું સત્ય શોધી કઢાયું, રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો


આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ