રિયા ચક્રવર્તીના ફિલ્મી કરિયરનું 'THE END', નિર્દેશકોએ લેવાની ચોખ્ખી ના પાડી દીધી...

ફિલ્મકાર લોમ હર્ષનું માનવુ છે કે, હાલની પરિસ્થિતિમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડને કાસ્ટ કરવાથી અભિનેતાના પ્રશંસકોની ભાવના દુભાવી શકે છે

રિયા ચક્રવર્તીના ફિલ્મી કરિયરનું 'THE END', નિર્દેશકોએ લેવાની ચોખ્ખી ના પાડી દીધી...

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death case) ના નિધનથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યું છે. આ સ્યૂસાઈડ કેસમાં લોકો દિવંગત અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Reha Chakraborty) પર અનેક આરોપ લગાવી રહ્યાં છે. પોલીસ અને ઈડીએ પણ અનેકવાર રિયાની પૂછપરછ કરી છે. હવે એવુ લાગી રહ્યું છે કે, રિયાનું ફિલ્મી કરિયર એકદમ ખત્મ થવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયાના ફ્યૂચર પ્રોજેક્ટ્સ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. 

ફિલ્મકાર લોમ હર્ષ પોતાની આગામી ફિલ્મમાં રિયા ચક્રવર્તીને લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ હવે એવું નહિ કરાય. તેમનું એવુ માનવુ છે કે, હાલની પરિસ્થિતિમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડને કાસ્ટ કરવાથી અભિનેતાના પ્રશંસકોની ભાવના દુભાવી શકે છે. 

બીડી મૂકેલા ઑક્સીમીટરના વાયરલ વીડિયોનું સત્ય શોધી કઢાયું, રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

લોમ હર્ષે એક મીડિયા કંપનીને જણાવ્યું કે, આ મારી બીજી ફીચર ફિલ્મ છે અને અમે રિયા ચક્રવ્રતીને તેમાં સામેલ કરવાની યોજના બનાવી રહ્યા હતા. વર્ષ 2018માં ફિલ્મને લઈને વાતચીત ચાલી રહી હતી. આ વર્ષે અમે શુટિંગ કરવાના હતા. પરંતુ કોરોના મહામારી આવી ગઈ. તેથી તેને પોસ્ટપોર્ન કર્યું હતું. આ ફિલ્મ હાલ ટાઈટલ વગરની છે, જેમાં મુખ્ય અભિનેત્રીઓમાંની એક માટે અમે રિયા વિશે વિચાર્યું હતુ. અમે ફિલ્મ સાથે જોડાયેલ પ્રી-પ્રોડક્શનના કામને પતાવી દીધું છે અને જલ્દી જ શુટિંગ થઈ જશે એવું અમારું પ્લાનિંગ છે. કાસ્ટીંગની ટીમ અને નિર્માતાઓએ રિયા વિશે વિચાર્યું હતું, પરંતુ સુશાંતની મોત અને હાલની પરિસ્થિતિને જોતા હવે અમે આ ફિલ્મ માટે રિયાને ન લેવાનો વિચાર કર્યો છે.  

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આ નિર્મય વિશે તેણે કહ્યું કે, આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જ્યાંના લોકોમાં ધાર્મિક મૂલ્ય અને સંવેદનાઓ કૂટીકૂટીને ભરી પડી છે. આજે તેઓની ભાવના સુશાંત સાથે જોડાયેલી છે. તેથી મને લાગે છે કે, અમે નાગરિકોના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. અમે કોઈની ભાવનાને દુભાવવા માંગતા નથી. તેથી અમે આ ફિલ્મમાં રિયાને ન લેવાનો વિચાર કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news