પ્રશાંત ઢીવરે/સુરત: 18 વર્ષીય યુવતીનું હડકવાની અસર થયા બાદ મોત નિપજતા યુવતીના પરિવારના 30થી વધુ સભ્યોને સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી મુકવામાં આવી છે. યુવતીને 6 મહિના પહેલા રખડતા કુતરાએ બચકુ ભર્યું હતું. હડકવા વિરોધી રસીનો કોર્સ પૂર્ણ ન કરતા હડકવાની અસર થઈ હતી. સમયસર સારવાર ન મેળવવાના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા હોય તો સાયબર ક્રાઈમ 'રીફન્ડ યુનિટ' પાછા અપાવશે પૈસા


સુરતના રાંદેર મોરા ભાગળ શાક માર્કેટ પાસે રહેતી 18 વર્ષીય જ્યોતી દેવીપુજક બે-ત્રણ દિવસથી તબિયત ખરાબ થયા બાદ વિચિત્ર હરકતો કરતી હતી. જેથી બે દિવસ પહેલા સિવિલમાં ખસેડાયા બાદ તેને હડકવાની અસર થયાનું નિદાન કરાયું હતું. જોકે મોડી રાત્રે પરિવાર તબીબી સલાહ વિરૂધ્ધ રજા લઈ જ્યોતીને ઘરે લઈ ગયો હતો. આખરે સવારે જ્યોતીએ દમ તોડી દીધો હતો. યુવતીએ કુતરૂ કરડ્યું ત્યારે હડકવા વિરોધી રસીનો કોર્ષ પુરો કર્યો ન હતો. હડકવાની અસર બાદ પણ પરિવાર જ્યોતીને અધુરી સારવાર છોડાવીને ઘરે લઈ ગયો હતો અને આખરે જ્યોતીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. 


સુરત ફરી લજવાયું! 12 વર્ષની વિદ્યાર્થીની સાથે વિધર્મીએ વારંવાર માણ્યું શરીરસુખ, પછી.


આ ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ જ્યોતિના ઘરે પહોંચ્યા હતા. જ્યોતિના કોન્ટેક્ટમાં આવેલા પરિવારના તમામ સભ્યોને હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા જણાવ્યું હતું. બાળકો સહિત જયોતિ દેવીપૂજકના પરિવારના 30થી વધુ સભ્યો એક સાથે હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલમાં હાજર લોકોમાં પણ કુતૂહલ ફેલાયું હતું. ત્યારબાદ પરિવારમાં તમામ સભ્યોને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ખબર ન હતી કે અમારી દીકરીને આવું કંઈ થયું છે.


ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો


આ અંગે પરિવારના કંચનબેન દેવીપુજકે જણાવ્યું હતું કે અમારી અમારી 18 વર્ષની દીકરીએ હડકવાના બે ડોઝ ઓછા લીધા હતા. જેથી તેનું મોત થયું છે. અત્યારે અમે પરિવારના 30 જેટલા સભ્યો હડકવા વિરોધી ઇન્જેક્શન રહેવા સિવિલ હોસ્પિટલ આવ્યા છીએ. પરિવારમાં બાળકો વધારે છે. અમને ખબર ન હતી કે અમારી દીકરીને આવું કંઈ થયું છે. પાલિકાવાળાએ અમને કહ્યું કે તમે બધા હડકવા વિરોધી ઇન્જેક્શનના તમામ ડોઝ લઈ લો.


મામલતદાર કચેરીમાં કોણ કરે છે 'વહીવટ'? ZEE24કલાકના અહેવાલ બાદ અપાયા તપાસના આદેશ


કુતરુ કરડે તો હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા અપીલ આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ગણેશ ગોવે કરે જણાવ્યું હતું કે કૂતરું કરડીયા બાદ હડકવા વિરોધી ઇન્જેક્શનના 5 ડોઝ હોય છે જે લેવા જરૂરી છે. જો આ ડોઝ લેવામાં ન આવે તો આ રીતની ઘટના પણ બની શકે છે. જેથી લોકોને અપીલ છે કે ડોગ બાઇટ બાદ હડકવા વિરોધી રસીના ડોઝ જરૂરથી લેવા. 


આ તારીખે થશે આગામી સૂર્યગ્રહણ, જાણો તારીખ, સમય અને ભારત પર તેની અસર


હાલ આ પરિવારના સભ્યોને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. કારણ કે તેમને પણ હડકવાની અસર થવાની શક્યતા રહેલી છે.