ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા હોય તો સાયબર ક્રાઈમ 'રીફન્ડ યુનિટ' પાછા અપાવશે પૈસા

સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રોડમાં ગયેલા નાણા પરત અપાવવા અનોખી ઝુંબેશ ચલાવી છે. જેમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના નાણાં પરત અપાવવા સાઇબર ક્રાઇમ સેલે ખાસ રીફન્ડ યુનિટ બનાવ્યું છે.

ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા હોય તો સાયબર ક્રાઈમ 'રીફન્ડ યુનિટ' પાછા અપાવશે પૈસા

મૌલિક ધામેચા/ગાંધીનગર: આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ છે. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. રાજ્યના દરેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી સૌને મદદરૂપ બની જ રહ્યું છે, પરંતુ હવે આ દિશામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રોડમાં ગયેલા નાણા પરત અપાવવા એક અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રોડમાં ગયેલા નાણા પરત અપાવવા અનોખી ઝુંબેશ ચલાવી છે. જેમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના નાણાં પરત અપાવવા સાઇબર ક્રાઇમ સેલે ખાસ રીફન્ડ યુનિટ બનાવ્યું છે. છેલ્લા 10 દિવસમાં અરજદારોના નાણાં પરત આપાવવા બ્લોક કરેલા એકાઉન્ટમાંથી પરત અપાવવા કામગીરી કરી છે. સાઇબર ક્રાઇમ સેલે CRPC 457 મુજબ નાણાં પરત અપાવવા 1953 અરજીઓ લોક અદાલત સમક્ષ મૂકી હતી. આ અરજીઓ પૈકી સાઇબર ક્રાઇમ સેલે 15 મેં સુધી ₹4.20 કરોડથી વધુની રકમ ગુજરાતના અરજદારોને પરત અપાવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબ૨ 1930 તેમજ આશ્વત પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમનો ભોગ બનનારની ફરીયાદ નોંધવામાં આવે છે અને જે ફરીયાદ આધારે અત્રેની કચેરીએથી જે તે શંકાસ્પદ બેંક ખાતાઓને NCRP પોર્ટલ મારફ્તે સી.આર.પી.સી.ની કલમ-1 નો 102 અંતર્ગત નોટીસ કરી અરજદારના ફ્રોડ થયેલ નાણાં બ્લોક/ફ્રિઝ કરાવવામાં આવે છે. 

આ બ્લોક ફ્રિઝ થયેલ નાણાં સી.આર.પી.સી. કલમ-457 મુજબ નામદાર કોર્ટમાં અરજી કરી લોક અદાલત દ્વારા નાણાં અરજદાર તે પરત અપાવવાની કામગીરી આ Refund Unit દ્વારા કરવામાં આવી રહી છે.સુપરવિઝન માટે ખાસ Refund Portal બનાવવામાં આવેલ છે. અત્રેથી હેલ્પલાઇન યુનિટ દ્વારા દ૨ મહિને શહેર/રેન્જ જીલ્લા ખાતેના અરજદારોના ફ્રિઝ થયેલ નાણાની માહિતી ટેટ સાયબર ક્રાઇમના Refund Portal પર અપલોડ કરવામાં આવે છે અને અરજદારને એસ.એમ.એસ. દ્વારા જાણ પણ કરવામાં આવે છે. 

તા. 29-04-2023 થી 10- 05-2023 સુધી ગુજરાતના શહેર/રેન્જ/જિલ્લાના સાયબર પો.સ્ટે ખાતેથી સી.આર.પી.સી. કલમ-457 મુજબ નામદાર કોર્ટમાં અરજી કરાવવાની ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના શહેર/રેન્જ/જિલ્લાના સાયબર પો.સ્ટે દ્વારા કુલ નાણાં રૂપિયા 4,20,22,631/- પરત કરવા માટે કુલ 1,953 અરજીઓ નામદાર કોર્ટમાં રાબમીટ કરાવવામાં આવી છે, સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા આ નાણા પરત કરવા માટેના હકારાત્મક અભિપ્રાય પણ નામ. કોર્ટોમાં મોકલી આપવામાં આવેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news