સુરત ફરી લજવાયું! 12 વર્ષની વિદ્યાર્થીની સાથે વિધર્મીએ વારંવાર માણ્યું શરીરસુખ, પરંતુ એક ભૂલે...

સુરત વેસુ વીઆઈપી રોડ પર નંદનવન 1 ટુની બાજુમાં હાલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ કામ કરી રહ્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થીના માતા પિતા સાથે આ જ બાંધકામ સાઈટ પર રહેતા હતા.

સુરત ફરી લજવાયું! 12 વર્ષની વિદ્યાર્થીની સાથે વિધર્મીએ વારંવાર માણ્યું શરીરસુખ, પરંતુ એક ભૂલે...

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં 12 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની વેસુ પોલીસે ધરપકડ કરી છે. વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવા બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા આધેડની 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. કિશોરીને લલસાવી ફોસલાવી તેણે ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

સુરત વેસુ વીઆઈપી રોડ પર નંદનવન 1 ટુની બાજુમાં હાલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ કામ કરી રહ્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થીના માતા પિતા સાથે આ જ બાંધકામ સાઈટ પર રહેતા હતા. ત્યાં જ બાંધકામ સાઈડ પર કામ કરતો વિધર્મી અને વિદ્યાર્થી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. વિધર્મી મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફતએ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વર્ષની વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. ત્યાંથી વિદ્યાર્થીને ભગાડી ગયો હતો. વિધર્મીએ વિદ્યાર્થીની પર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

વિદ્યાર્થીની ઘરેથી અચાનક ગુમ થઈ જતા માતા પિતાએ શોધખોળ હાથ ધરી હતી. પરિવારને જાણ થઈ હતી કે મોહમ્મદ રેજાઉલ નામનો યુવક તેણીને ભગાડી લઈ ગયો છે. વિદ્યાર્થીનીના પિતાએ વેસુ પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે બંનેને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડ્યા હતા. 

જોકે ત્યાર બાદ વિદ્યાર્થીનીએ તમામ હકીકત જણાવતા તેના પરિવારએ વિધર્મી મોહમ્મ રેજાઉલ મહંમદ સરાફત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ 376,પોસ્કો એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો સમગ્ર મામલે વેસુ પોલીસે વિધર્મી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news