ઝી મીડિયા/કચ્છ :કચ્છના અંજાર SDM કચેરી સામે આજે 500 જેટલા શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શ્રમિકોને ટ્રેનની ટિકિટ અને પરમિશન આપ્યા છતાં પણ ટ્રેનમાં ન મોકલતા શ્રમિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ જમવાની વ્યવસ્થા પણ ન થઈ હોવાનો શ્રમિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. કચ્છમાં પરપ્રાંતીય શ્રમિકોની ધીરજ ખૂટી અને અંજાર SDM કચેરી બહાર 500 શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે કચ્છ માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. કચ્છનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 


રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી


શ્રમિકોએ કચ્છના તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, અમને ટ્રેન ટિકીટની રસીદ આપી, મંજૂરી પત્ર આપ્યો, પરંતુ ટ્રેન વતન મૂકશે એની આશામાં અમે અમારા ભાડાના ઘર છોડીને આવી ગયા કે ટ્રેન દ્વારા વતન મોકલવા આવશે. પરંતુ અચાનક અધિકારી કહી દીધું કે, ટ્રેન હવે નહિ આવે. હવે અમે રસ્તા પર આવી ગયા છીએ, ન રહેવા માટે વ્યવસ્થા છે, ન તો ખાવા માટે ભોજન. આજ સુધી તંત્ર દ્વારા કોઈ સહાય કે ભોજન અપાયું નથી, જેના કારણે આ કપરી સ્થિતિમાં અમને અમારા વતન મોકલવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર