હાર્દિક દીક્ષિત/વડોદરાઃ  રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેરને અડીને આવેલા 7 ગામોને પાલિકામાં સમાવેશની પ્રક્રિયા હાથ ધરાતા સાતે-સાત ગામના નાગરિકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. ઉન્ડેરા, ભાયલી, બિલ સેવાસી, વડદલા, કરોળિયા, વેમાલી આ તમામ સાત ગામોનો પાલિકામાં સમાવેશ સામે એક બાદ એક તમામ ગામના લોકો સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યકત કરી વિરોધ નોંધાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સેવાસી ગામના લોકો ગામની ભાગોળે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વડોદરા પાલિકા તેમજ સરકાર વિરુદ્ધ  સુત્રોચાર કરી દેખાઓ કર્યો હતો. સમગ્ર વિરોધમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે ગ્રામજનો સાથે રહી ટેકો જાહેર કર્યો હતો. સેવાસી ગામના લોકોએ પાલિકાનું પૂતળું બનાવી તેના પર જૂતાથી ફિટકાર વરસાવી હતી. બાદમાં પાલિકાના પૂતળાનું દહન કર્યું હતું. મહિલાઓએ પણ થાળીઓ ખખડાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.


વડોદરામાં બંધ ફાટક ક્રોસ કરી રહેલ બાઇક સવારનું ટ્રેનની અડફેટે આવતા મોત  


હાલ ગામમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે પાલિકાની હદમાં આવેલા તમામ વિસ્તારમાં રોડ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. જેથી અમારા ગામને ગામને  રહેવાદો. જો સરકાર દ્વારા તમામ સાત ગામોને પાલિકામાં સમાવવામાં આવશે તો તમામ ગામના નાગરિકો એક થઈ ભારે વિરોધ નોંધાવશે એવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. આગામી સમયમાં સાત ગામના સરપંચો પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube