વડોદરામાં બંધ ફાટક ક્રોસ કરી રહેલ બાઇક સવારનું ટ્રેનની અડફેટે આવતા મોત

રેલવે પી.આર.ઓ. ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, આ ગંભીર કેસ છે. પરંતુ લોકો દ્વારા પાલન કરવામાં આવતું નથી.  આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

વડોદરામાં બંધ ફાટક ક્રોસ કરી રહેલ બાઇક સવારનું ટ્રેનની અડફેટે આવતા મોત

રવિ અગ્રવાલ/વડોદરાઃ  વડોદરા નજીક બાજવા -રણોલી રેલવે ફાટક પર ફાટક ક્રોસ કરી રહેલા મોટર સાઇકલ ચાલક એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. તા.21 જૂનના રોજ સાંજના સમયે બનેલી આ ઘટનાના સી.સી. ટીવી ફૂટેજ વાઇરલ થયા છે. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ બાજવા અને રાણોલી વચ્ચેના બ્લોક વિભાગમાં આ ઘટના બની હતી. બીઆરસી - જીઈઆર વિભાગના એલસી ગેટ નંબર 241ના બંધ બૂમના પાટાની બાજુમાં એક બાઇક સવાર પસાર થયો હતો. જે ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટ્યો હતો. 

સુરતના ડીસીપી વિધિ ચૌધરી બન્યા કોરોનાનો શિકાર, પોલીસ બેડામાં ફફડાટ  

રેલવે પી.આર.ઓ. ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, આ ગંભીર કેસ છે. પરંતુ લોકો દ્વારા પાલન કરવામાં આવતું નથી.  આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે. બીજું, એલસી દરવાજા પર ગેરરીતિ અટકાવવા માટે 24 મી જૂનથી વિશેષ સલામતી અભિયાન શરૂ કરાયું હતું. આદેશ મુજબ  ડ્રાઇવ સમયગાળા દરમિયાન સંબંધિત બી.ઓ. દ્વારા લેવાયેલ એલસી ગેટ્સનું નિરિક્ષણ કરવામાં આવશે અને આશ્ચર્યજનક તપાસ કરવામાં આવશે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news