ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો! આ સંઘની 151 મીટર લાંબી ધ્વજા આકર્ષણનું કેન્દ્ર
ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે.
અલકેશ રાવબનાસકાંઠા: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે અનેક સંઘો માતાજીને અર્પણ કરવા ધ્વજાઓ લઈને નીકળ્યા છે ત્યારે પાલનપુરનો જ્યાં અંબે મિત્ર મંડળ સંઘ 151 મીટર લાંબી ધ્વજા લઈને પગપાળા અંબાજી નીકળતા અંબાજીના માર્ગો ઉપર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
હવે ગણાઈ રહી છે અંતિમ ઘડીઓ! ગુજરાતમાં મેઘરાજા સૌથી પહેલા કયા વિસ્તારમાંથી કહેશે બાય
ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે.અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જામ્યો છે.
હે પ્રભુ! સુરતમાં 20 વર્ષીય યુવકનું મોત, બપોરે જમીને સૂઈ ગયો, પછી જાગ્યો જ નહીં
અંબાજીના માર્ગો ઉપર હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના અંબાજી પગપાળા જતા અંબાજીના માર્ગો સોહામણા બન્યા છે, ત્યારે પાલનપુરનો જય અંબે મિત્ર મંડળ સંઘ 151 મીટર લાંબી ધ્વજા લઈને અંબાજીના માર્ગો ઉપર નીકળતા સમગ્ર વાતાવરણ ભક્તિમય રંગે રંગાયું છે. આ સંઘના 400 થી વધુ ભક્તોના હાથમાં 151 મિત્ટર લાંબી ધ્વજા જોઈને ભક્તો ભાવવિભોર બન્યા છે.
ડોક્ટરોની બેદરકારીથી ગર્ભાશયની કોથળી ફાટી જતાં માતા-બાળકનાં કરૂણ મોત, તડપી તડપીને...
151 મીટર લાંબી ધ્વજાએ ઑલોકિત નજારો સર્જયો છે આ સંઘ છેલ્લા 8 વર્ષથી અવિરતપણે પગપાળા ધ્વજા લઈને અંબાજી જાય છે અને માતાજીના ચરણોમાં સિંહ ઝુકાવીને માતાજીની આરાધના કરે છે.
‘જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું’, આણંદમાં સાઉથની ફિલ્મ જેવો સીન, 300 ગુંડાઓએ