‘જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું’, આણંદમાં સાઉથની ફિલ્મ જેવો સીન, 300 ગુંડાઓએ કર્યો હુમલો...

આણંદના વાલવોડ ખાતે આવેલ એન્જોય સીટી વોટર પાર્કના જમીન માલિક અને આ જમીન લીઝ પર લઈ વોટર પાર્ક બનાવનાર વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે જેમાં 2015માં જમીન માલિક રિતેશ પટેલએ વડોદરાના સાકર ગ્રુપના રાજેશ ગોળવીયાને જમીન માસિક ભાડે આપી હતી.

‘જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું’, આણંદમાં સાઉથની ફિલ્મ જેવો સીન, 300 ગુંડાઓએ કર્યો હુમલો...

બુરહાન પઠાણ/આણંદ: વાલવોડ સ્થિત આવેલ એન્જોય સીટી વોટરપાર્કની કિંમતી જમીન પચાવી પાડવાના આશય સાથે મોડી રાત્રે જમીન માલિકના ઘર ઉપર સમાધાન કરવા આવેલ ભાગીદાર સાથે બોલાચાલી બાદ મામલો બિચકયો હતો જેમાં ઘર પર હુમલો થયો હતો. 

આણંદના વાલવોડ ખાતે આવેલ એન્જોય સીટી વોટર પાર્કના જમીન માલિક અને આ જમીન લીઝ પર લઈ વોટર પાર્ક બનાવનાર વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે જેમાં 2015માં જમીન માલિક રિતેશ પટેલએ વડોદરાના સાકર ગ્રુપના રાજેશ ગોળવીયાને જમીન માસિક ભાડે આપી હતી જેમાં રાજેશ ગોળવીયાએ કરોડોના ખર્ચે વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કનું નિર્માણ કર્યું હતું. 

જેનું વર્ષ 2018માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ વોટરપાર્કને ખુલ્લો મુકાયો હતો અને ત્યારથી જ સતત આ વોટરપાર્ક વિવાદોમાં રહ્યો છે અનેક વિવાદોને લઈ વોટર પાર્કને ધાર્યા પ્રમાણે આવક થઈ ન હતી જેને લઈ રાજેશ ગોળવીયા તેનું ભાડું પણ ચુકવી શકતો ન હતો અને ભાડું સતત ચઢી રહ્યું હતું. 

વાલવોડ સ્થિત એન્જોય સીટી વોટરપાર્ક વડોદરાના સાકાર ગ્રુપના રાજેશ ગોળવીયા દ્વારા વાલવોડના ખેડૂત રીતેષ પટેલ પાસે 70 વીઘા જમીન લિઝ ઉપર રાખી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે રાજેશ ગોળવીયા દ્વારા લિઝમાં નક્કી થયેલ ભાડું જમીન માલિકને ન ચૂકવતા સમગ્ર વિવાદ શરૂ થયો હતો. જેમાં ભાડું ચુકવી ન શકતા આખરે રિતેશ પટેલને ભાગીદાર બનાવ્યો હતો, જેમાં પણ વિવાદ થયો હતો.

આ વિવાદને લઈ રાજેશ ગોળવીયા પોતાના માણસો સાથે ગત મોડી રાત્રે જમીન માલિક સાથે સમાધાનના બહાને એન્જોય સીટી વોટરપાર્ક સ્થિત આવેલ મકાનમાં રહેતા રીતેષ પટેલના ઘર પર આશરે 300 જેટલા ભાડુઆતી ગુંડાઓ લઈ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે રીતેષ પટેલ અને તેમના પરિવારે બુદ્ધિ પૂર્વક ભાડુઆતી ગુંડાઓનો પ્રતિકાર કરી જેમ તેમ પોતાનો જીવ બચાવ્યો હતો.

જો કે બીજી તરફ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પહોંચે તે પહેલાં ગ્રામજનો જમીન માલિક રીતેષ પટેલના પરિવારની વ્હારે આવી પહોંચ્યા હતા જ્યાં હુમલાખોરોએ ગ્રામજનો ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરતા વિફરેલ ગ્રામજનોએ ભાડુઆતી ગુંડાઓની કારોમાં તોડફોડ કરી હતી જેને લઈ ભાડુઆતી ગુંડાઓ કોતરો મારફતે ભાગ્યા હતા જોકે આ દરમિયાન પોલીસ પણ પહોંચતા પોલીસે આજુબાજુના ખેતરોમાં છુપાઈ બેઠેલ 26 લોકોની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા તમામ ભાડુઆતી ગુંડાઓ અમદાવાદ અને તેની આસપાસના હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે ,ભાડુઆતી ગુંડાઓ પોતાની સાથે મારક હથિયાર અને રિવોલ્વઓર પણ સાથે લઈને આવ્યા હતા જેને લઈ પણ અનેક સવાલો ઉભા થયા છે. હાલ તો પોલીસ દ્વારા રાજેશ ગોળવીયા સહિત 26 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નજરે જોનારા લોકોના મતે હુમલાખોરો 70 જેટલી લુક્ઝુરિયસ અને સેમી લક્ઝુરિયસ કાર લઈને આવ્યા હતા અને 300 જેટલા લોકો ઘટના સ્થળે હતા છતાં પોલીસે માત્ર 26 લોકો વિરુદ્ધ ગુનો નોંધયો.

આ અંગે ફરિયાદી જમીન માલિકના પત્નિ પીનલબેન પટેલએ જણાવ્યું હતું કે 60થી 70 જેટલી કારોમાં 300 જેટલા લોકો મારક હથિયારો સાથે આવ્યા હતા અને બારીઓના કાંચ તોડી દેકારો મચાવી દીધો હતો. જે અંગે અમે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ સવા કલાક બાદ આવી હતી. અમે પોલીસને 300 માણસો હોવાનું કહ્યું હતું. છતાં પોલીસે માત્ર 25થી 30 જણના ટોળાં વિરૂધ્ધ જ ફરિયાદ નોંધી છે. 

આ અંગે ડીવાયએસપી પી.કે.દિયોરાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતા વિવાદને લઈ ભાગીદારો એન્જોય સીટી ખાતે સમાધાન માટે આવ્યા હતા જ્યાં સમાધાન બાબતે ચર્ચા કરી પરત બહાર નીકળતા તેમની ઉપર ગ્રામજનોએ હુમલો કર્યો હતો જેમાં 6 જેટલી કારમાં તોડફોડ કરવામાં આવી હતી. 

ગેરકાયદેસર એન્જોય સીટીમાં પ્રવેશ કરનાર 25 થી 30 ના ટોળાં વિરૂધ્ધ એક ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાડીઓ ઉપર હુમલો કરનાર ગામના 30 વ્યક્તિ વિરૂધ્ધ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો છે અને હાલ ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news