કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના પાટી ગામે ત્રણ દિવસ પહેલા માતા પુત્રની બેવડી હત્યા કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. અમરેલી એસ.પી.એ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, લોકોનાં ઘરોમાં પાણી પાણી


ખાંભા તાલુકાના પાટી ગામે તારીખ 26 જૂનની રાત્રે પોતાની વાડીએ માતા પુત્રની હત્યા થઈ હતી. આ હત્યાના પગલે સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અમરેલી પોલીસ અને સાવરકુંડલા ડીવાયએસપી વોરાના સુપરવિઝન નીચે જુદી જુદી 11 ટીમો બનાવી. આ આરોપીને ત્રણ દિવસમાં શોધી કાઢ્યા. માતા અને પુત્રને વાડીએ જ રહેતા હતા. ત્યાં જ કુહાડીના ઘા મારી હત્યા નીપજાવી હત્યારાઓ નાસી છૂટ્યો હતો. ચોરીના ઈરાદે આરોપી વાડીએ આવ્યો હતો. પરંતુ ચોરી ન કરી શક્યો અને હત્યા કરીને ભાગી ગયો હતો. 


ગુજરાતમાં સરેરાશ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર; અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા 107 ટકા વધુ


સમગ્ર ઘટનાની ઉપર નજર કરીએ તો 26 જૂનની રાત્રે સુરેશભાઈ જીવરાજભાઈ સુહાગીયાની વાડીએ ચોરી કરવાના ઇરાદે આવેલા આ હત્યારાઓએ પ્રથમ સુરેશભાઈ સાથે માથાકૂટ થઈ અને કુહાડીના ઘાથી માથા ઉપર ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતાર્યા. ત્યારબાદ વાડીએ તેમની ઓરડીમાં ચોરી કરવા ગયા. પરંતુ અંદર કપાસ ભરેલો હોય કંઈ હાથમાં ન આવ્યું અને ત્યાં સુતેલા સુરેશભાઈના માતા દૂધીબેન જાગી જતા તેમના ઉપર જીવલેણ હુમલો કરી મોત નીપજાવ્યું. આ હત્યારાઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરડાયેલો છે. બંને સગા ભાઈઓ છે. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની રમઝટ, આગામી 24 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે!


મનસુખ ઉર્ફે મુન્નો નાનજી વાઘેલા રહેવાસી ફાટસર ગીર ગઢડા અને તેનો જ સગો ભાઈ નરેશ ઉર્ફે નર્યો નાનજી વાઘેલા આ બંને સગા ભાઈઓએ પાટી ગામે માતા પુત્રની હત્યા કરવાનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓ સુરેશભાઈ ઉછીના પૈસા આપતા હોવાનું જાણવા મળતા મનસુખ અને નરેશ બંને રાત્રે ચોરી કરવાના ઇરાદે વાડીએ ગયા હતા અને હત્યા કરી નાસી ગયા. 


અ'વાદમાં આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે મોટો ખતરો


આમાંથી મુખ્ય આરોપી અને સૂત્રધાર મનસુખ ઉર્ફે મુન્નો કે જેણે ત્રણેક વર્ષ પહેલા આ જ પરિવારના સુરેશભાઈના મોટાભાઈ અરવિંદભાઈને નજીવી બાબતે બોલા ચાલી થતા તેમની હત્યા કરી હતી અને જે ગુનો ખાંભા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. હાલ મનસુખ ઉર્ફે મુન્નો જેલમાંથી જામીન ઉપર છૂટ્યો હતો, ત્યારે મનસુખ ઉર્ફે મુન્નો વાઘેલા ઉપર ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. ત્યારે તેનો ભાઈ નરેશ નાનજી વાઘેલાના ગુનાહિત ઇતિહાસ ઉપર નજર કરીએ તો કોડીનાર પોલીસ સ્ટેશન ચોરવાડ પોલીસ સ્ટેશન ગીર ગઢડા પોલીસ સ્ટેશન અને સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં માર ધાડ લૂંટ અને ખૂન જેવા આઠ ગુનાઓ રજીસ્ટ્રેશન થયા છે.


ગુજરાતની આ બે શાળાઓમાં ઈદની ઉજવણીનો વિવાદ: કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવડાવી


પોલીસને આ બંને રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે, અને હાલ પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. જે બાબતની આજે અમરેલી એસપી કચેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી એસ.પી. હિમકરસિંહે સિલસિલા બંધ વિગતો આપી હતી.