Gujarat Monsoon 2023: અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની રમઝટ, આગામી 24 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે!

Ahmedabad Heavy Rains: સમગ્ર ગુજરાતમાં સરેરાશ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી.હાઈવે, સિંધુ ભવન રો઼ડ તેમજ માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.

Gujarat Monsoon 2023: અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની રમઝટ, આગામી 24 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે!

Ahmedabad Heavy Rains: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ બન્યો છે. શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, ગુરુદ્વાર અને સોલા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી બાજુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક માટે અતિભારે આગાહી કરી છે.

હાલ સમગ્ર ગુજરાતમાં સરેરાશ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી.હાઈવે, સિંધુ ભવન રો઼ડ તેમજ માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. આગામી ત્રણ કલાક વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.

મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.  લી જુલાઈનાં રોજ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાં ઓછી છે. અમદાવાદમાં છુટો છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.  

2 થી 5 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે
ગુજરાતમાં આગામી 2 જુલાઈએ હવાનું દબાણ સર્જાશે. જેનાથી 5 જુલાઈ સુધી ગુજરાતભરમાં વરસાદ આવશે. જ્યારે 8 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદ થશે. તેમજ 11 થી 12 જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાશે. અને 18 થી 20 જુલાઈ દરમ્યાન હવાનું દબાણ ઉભું થશે અને વરસાદ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news