ઝી બ્યુરો/ગોંડલ: શહેરમાં રોજ બેરોજ આખલાઓના ત્રાસથી ગોંડલની પ્રજા પીડાઈ રહી હતી. અનેક લોકોના આખલા ઢીંકે ચડતા મોત નિપજ્યા છે અને અનેક લોકોને નાના મોટી ઈજાઓ થવા પામી છે. ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકની સૂચનાથી શહેરના બાલાશ્રમ રોડ પર નગરપાલિકા દ્વારા વિશાળ નંદી ઘર બનાવવામાં આવ્યું છે, જે આજરોજ 15થી 20 નંદીને પ્રવેશ આપી કાર્યરત કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે શરૂ થશે ગુજરાતમાં આફતનો વરસાદ! નદીઓમાં પૂરની સ્થિતિ બનશે, જાણો અંબાલાલની આગાહી


દરરોજ 20 થી 25 નંદીને પકડવામાં આવશે
નગર પાલિકા કરોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજથી ગોંડલ શહેર નંદીઓના ત્રાસમાંથી મુક્ત થશે અને નગરપાલિકા સંચાલિત નંદી ઘરમાં દરરોજની 20 થી 25 નંદી ઉપરાંત જેટલી નંદીઓનો અહીં સમાવેશ થાય તેટલી નંદીને શહેરમાંથી પકડી નંદી ઘરમાં લાવી રાખવામાં આવશે. 


શરદ પવારને NCP ના અધ્યક્ષ પદેથી હટાવ્યા, ભત્રીજા અજિત પવારે છીનવી લીધી કમાન


10 થી 12 વિઘા જમીનમાં એક હજારથી પણ વધુ નંદીનો સમાવેશ કરાશે
વધુમાં કારોબારી ચેરમેન જણાવ્યું હતું કે, ગોંડલ નગરપાલિકા સંચાલિત આ નંદી ઘર આશરે 10થી 12 વિઘામાં ફેલાયેલી છે. આ નંદી ઘરમાં 1000થી પણ વધુ નંદીનો સમાવેશ કરવામાં આવશે. 


દ્વારકામાં ફરી રચાશે અલૌકિક ઈતિહાસ, 51 હજાર આહીરાણીનો યોજાશે મહારાસ


નંદીઓ માટે તમામ વ્યસ્થા ઉભી કરવામાં આવશે
ગોંડલ નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ નંદી ઘર આજથી શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે નંદીઓને પીવાના પાણી માટે 10 નાની કુંડીઓ, 2 મોટા અવેડા બનાવવમાં આવ્યા છે. તેમજ બીજી સુવિધાઓ જેવી કે 100x40 ફૂટના બે છાપરા જેમાં નંદીને ખાવા માટે બે ગમાણ, સ્ટ્રીટ લાઈટો સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તેમજ બીમાર અખલાઓને અલગ રાખવામાં આવશે અને તેની સારવાર માટે પશુ ડોક્ટર પણ રાખવામાં આવશે. 


GTU ફરી વિવાદમાં ઘેરાઈ! 2 ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલની નિમણુંક ના કરાતા સર્જાયો વિવ


નગર પાલિકા દ્વારા શહેરમાં નંદીઓ પકડવા ટીમ બનાવી
ગોંડલ નગર પાલિકા દ્વારા શહેરમાં રખડતી ભટકતી નંદીઓને પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જેમાં હાલ 4 થી 5 કર્મચારીઓને મુકવામાં આવ્યા છે. પરંતુ આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા 10થી વધુ કર્મચારીઓને નંદી પકડવા માટે રાખશે તેમ જણાવ્યું હતું. 


અનૈતિક સંબંધની લડાઈમાં માસૂમે માની મમતા ગુમાવી! પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિ અન્ય યુવત