ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં અલૌકિક ઈતિહાસ રચાશે, 51 હજાર આહીરાણીઓ રમશે મહારાસ
ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 51 હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. જી હા... ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં 51 હજાર આહારામીઓનો મહારાસ યોજાશે.
Trending Photos
ઝી બ્યુરો/દ્વારકા: આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ છે. અહીં લોકો ભગવાનમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. આજ કારણ છે કે દેશમાં ઘણા એવા મંદિર છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. 5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો. તે જ રીતે ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં ફરી એકવાર ઈતિહાસ રચાશે. ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 51 હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. જી હા... ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં 51 હજાર આહારામીઓનો મહારાસ યોજાશે.
5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો. ત્યારે આ મહારાસ માટે 37 હજારથી વધુ આહીર સમુદાયની બહાનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. દરેક જિલ્લા કક્ષાઓ રજિસ્ટ્રેશન કરાયું હતું. જે અંગે કૃષ્ણની મોક્ષ ભૂમિ ભાલકા તીર્થ ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. આહારાણી મહારાસ અંગે આહીર સમાજની બહેનોની બેઠક યોજાઈ હતી.
જે બેઠક અંગે જુદા જુદા જિલ્લાઓમાંથી આહીર સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. જેમાં મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજવાનું પણ આયોજન કરાયું છે. આહારાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને પારંપરિક પોશાક સાથે આહીરાણીઓનો મહારાસમાં વિશ્વ વિક્રમ સર્જાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે