અનૈતિક સંબંધની લડાઈમાં માસૂમે માની મમતા ગુમાવી! પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો અને પછી...

અમદાવાદમાં એક યુવતીએ પતિના અનૈતિક સંબંધ અને પૈસાની લાલચથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ રજત હુંડા છે. જેના ત્રાસથી તેની પત્ની અનુએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો.

અનૈતિક સંબંધની લડાઈમાં માસૂમે માની મમતા ગુમાવી! પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો અને પછી...

ઉદય રંજન/અમદાવાદ: નારોલમાં વધુ એક યુવતીએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. દોઢ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો છે.  પત્ની ગર્ભવતી બની તો પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો અને અનૈતિક સંબંધની લડાઈમાં પત્નીએ આપઘાત કરીને જીવનનું અંતિમ પગલું ભર્યું. 

અમદાવાદમાં એક યુવતીએ પતિના અનૈતિક સંબંધ અને પૈસાની લાલચથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ રજત હુંડા છે. જેના ત્રાસથી તેની પત્ની અનુએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. આરોપીએ અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ બનાવ્યા તેમજ બાળકીના જન્મ બાદ તેને પોતાની માતા પાસે મુકી આવીને પત્નીને નોકરી કરવા દબાણ કર્યું. એટલું જ નહીં પત્ની દીકરી માટે કરગરતી હતી છતાં દિકરીને મળવા ન દીધી. પતિના અનૈતિક સંબંધ અને લાલચ તેમજ દીકરીના વિયોગ વચ્ચે અનુએ આત્મહત્યા કરીને અંતિમ પગલું ભર્યું. નારોલ પોલીસે પરિણીતાના આપઘાત કેસમાં આરોપી રજત હુંડાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

મૂળ હરિયાણાના મનોજકુમાર જાટ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન અને હોટેલનું બિઝનેસ કરે છે. તેમની ત્રણ બહેનો છે. જેમાં અનુ નામની બહેન લગ્ન સમાજના રીત રિવાજ મુજબ દોઢ વર્ષ પહેલાં રજત હુંડા સાથે થયા હતા. લગ્ન બાદ રજત અને અનુ પોતાના વતનમાં થોડાક મહિના રહ્યા બાદ અમદાવાદ આવ્યા હતા. પોતાની બહેન અમદાવાદમાં સુખી રહે અને તેને કોઈ તકલીફ ન પડે તે માટે ભાઈએ પોતાની હોટલમાં મેનેજર તરીકે નોકરી માટે રાખ્યો હતો.

લગ્નના થોડા સમય બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. આ દરમિયાન અનુ ગર્ભવતી થઈ હતી તે સમયે પતિ રજત અન્ય યુવતીઓ સાથે અનૈતિક સંબંધ શરૂ કર્યા. જેની જાણ અનુને થતા બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો. ઝઘડો એટલો ઉગ્ર થતા રજત અનુને માર પણ માર્યો હતો. આ હેરાનગતિને લઈને અનુએ પોતાના પરિવારને જાણ કરી. પરંતુ પરિવારે ઘર સંસાર સાચવાની સલાહ આપી. 

આ દરમિયાન અનુએ બાળકીને જન્મ આપ્યો જેનું નામ અનાયા રાખ્યું હતું. બાળકીને જન્મ બાદ પણ રજતની આ હરકત ચાલુ રહી હતી. અને પૈસાની લાલચમાં રજતે અનુને નોકરી કરવા માટે દબાણ શરૂ કર્યું. પરંતુ બાળકી નાની હોવાથી તેણે નોકરી કરવાની ના પાડી એટલે રજતે ચાર મહિનાની બાળકીને તેની માતા પાસે વતનમાં મૂકી આવ્યો હતો. જેથી અનુ બાળકી વગર સતત પરેશાન થતી હતી. આ સ્થિતિ સહન નહિ થતા અનુ આપઘાત કર્યો.

પરણીતાના આપઘાત કેસમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને રજત હુંડાની ધરપકડ કરી છે. આ કેસમાં મૃતકે પોતાના ભાઈને આપઘાત પહેલા પતિની હરકત વિશે જાણ કરી હતી જેથી ઓડિયો રેકોર્ડિંગ FSLમાં મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news