પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે મળ્યો તાના-રીરી એવોર્ડ
સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ ર૦ર૦-ર૧નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે ગાંધીનગરમાં અર્પણ કર્યુ હતું.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ ર૦ર૦-ર૧નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે ગાંધીનગરમાં અર્પણ કર્યુ હતું.
આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શોલથી એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરમાં દર વર્ષે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન પ્રધાનમંત્રીની પ્રેરણાથી ર૦૦૩થી કરવામાં આવે છે.
CM રૂપાણીનું મોટું નિવેદન, હાલ ગુજરાતમાં લોકડાઉન નહિ આવે
આદ્યકવિ નરસિંહ મહેતાની બે દોહિત્રી તાના-રીરીના અમર સંગીત ઇતિહાસની સ્મૃતિ જનમાનસમાં સદાકાળ ઊજાગર રહે તેવા ઉદાત્ત ભાવ સાથે આ તાના-રીરી મહોત્સવ યોજાય છે.
વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ર૦૧૦ના વર્ષથી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પરંપરામાં વર્ષ ર૦ર૦-ર૧ના તાના-રીરી એવોર્ડ આજે ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા.
ચેતી જજો અમદાવાદીઓ, ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220, આનલ ટાવરના 190 ઘર માઈક્રો કન્ટાઈનમેન્ટમાં છે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુ અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીએ સંગીત-ગાયન ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાનની પ્રસંશા કરતાં તેઓ આ પ્રદાન અવિરત આપતાં રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.
તાના-રીરી સંગીત મહોત્સવનું મહેસાણાના વડનગરમાં તાના-રીરી સમાધિ સથળ સમીપે આયોજન કરીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવતો હોય છે.
પરંતુ આ વર્ષ કોરોના સંક્રમણની વિશિષ્ટ સ્થિતીમાં મુખ્યમંત્રીએ આ વર્ષનો તાના-રીરી એવોર્ડ સુ અનુરાધા પોંડવાલ અને સુ વર્ષાબહેન ત્રિવેદીને ખાસ ગાંધીનગરમાં આમંત્રીને અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સંગીત નાટય અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ પણ ઉપસ્થિત રહ્યા હતા.
માતાપિતાની કબરની બાજુમાં સુપુર્દ-એ-ખાક થયા અહમદ પટેલ
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામેલા આ તાના-રીરી મહોત્સવમાં ૨૦૧૦થી તાના-રીરી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.
તદઅનુસાર, ૨૦૧૦માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતામંગેશકર-ઉષા મંગેશકર બહેનોને તેમજ ૨૦૧૧-૧૨માં પદ્મભુષણ ગિરીજાદેવી, ૨૦૧૨-૧૩માં કિશોરી આમોનકર, ૨૦૧૩-૧૪માં બેગમ પરવીન સુલ્તાના, ૨૦૧૪-૧૫માં સ્વર યોગીની ડૉ. પ્રભા અત્રે તેમજ ર૦૧૬-૧૭માં મતી મંજુબહેન મહેતા અને મતી ડૉ. લલીથ રાવને તથા ર૦૧૭-૧૮માં પદ્મ આશા ભોંસલે અને ર૦૧૮-૧૯માં વિદૂષી સુ રૂપાંદે શાહ અને ર૦૧૯-ર૦માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવેલા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube