સુમુલ ડેરીમાં કથિત કૌભાંડી રાજુ પાઠકને હટાવવા સહકાર પેનલે કમર કસી
આગામી સાતમી ઓગસ્ટના રોજ સુમુલડેરીની ચુંટણી આવી રહી છે ત્યારે 16 બેઠકો પર કાંટાની ટકકર જોવા મળશે. ચુંટણીને લઇ આજથી સહકાર પેનલ દ્વારા ઉમેદવારના ફોર્મ ભરવાનુ શરુ કર્યુ છે. સુમુલ ડેરીના તાપી અને સુરતની મળી કુલ 16 બેઠકો પર ચુંટણીનો જંગ જોવા મળશે. આ વર્ષે હાલના સુમુલ ડેરીના ચેરમેન રાજુપાઠકને હરાવવા સહકાર પેનલ પોતાની કમર કસી છે.
સુરત : આગામી સાતમી ઓગસ્ટના રોજ સુમુલડેરીની ચુંટણી આવી રહી છે ત્યારે 16 બેઠકો પર કાંટાની ટકકર જોવા મળશે. ચુંટણીને લઇ આજથી સહકાર પેનલ દ્વારા ઉમેદવારના ફોર્મ ભરવાનુ શરુ કર્યુ છે. સુમુલ ડેરીના તાપી અને સુરતની મળી કુલ 16 બેઠકો પર ચુંટણીનો જંગ જોવા મળશે. આ વર્ષે હાલના સુમુલ ડેરીના ચેરમેન રાજુપાઠકને હરાવવા સહકાર પેનલ પોતાની કમર કસી છે.
જેલ સિપાહી: પરંપરાગત રીતે યોજાઇ પાસિંગ આઉટ પરેડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન
સુમુલ ડેરીમા રાજુપાઠકે રુ એક હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ પુર્વ સાંસદ માનસીંગભાઇ પટેલ દ્વારા કરવામા આવ્યો હતો. જેથી રાજુભાઇને પદ પરથી હટાવવા માટે માનસીંગભાઇની આગેવાનીમા સહકાર પેનલના સોળે સોળ ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવાની કામગીરી કરવામા આવી હતી.
સૌરાષ્ટ્રમાં શ્રાવણીયા જુગારની મોસમ, 19 મહિલા સહિત 41 શકુનીઓની ધરપકડ
આજે સહકાર પેનલના ઉમેદવાર જયેશભાઇ દેલાડ સહિતના તમામ લોકોએ પોતાના ફોર્મ મામલતદાર કચેરીએ ભર્યા હતા અને પોતાની પેનલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે રાજુ પાઠકને આ ચુંટણીમા કારમી હાર આપવામા આવશે અને ખુદ આ વખતે ભાજપના પુર્વ સાંસદ તેઓ સાથે છે જેથી આ વખતે સત્યનો વિજય થશે. ઉલ્લેખનીય છે કે ભાજપના હાઇકમાન્ડ દ્વારા હાલ સમુલની બેઠક પર ફોર્મ ન ભરવા માટે તાકીદ કરવામા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર