વિજિલન્સ ઓફિસરે વિદ્યાર્થીઓને કેમ કહ્યું કે `આંદોલન કરો એનો વાંધો નહીં, ઘરભેગા થવાની તૈયારી રાખજો`
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આવેલા આર્ક્યોલોજી વિભાગમાં જન્માષ્ઠમી નિમિત્તે એક વિદ્યાર્થી સંગઠન દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાર્દિક દીક્ષિત વડોદરા: શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવ પ્રિય નગરી પણ કહેવામા આવે છે. અહી કોઈ પણ તહેવારની ઉજવણી ધામધૂમથી જ કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરની ઓળખ ગણાતી એમ.એસ યુનિવર્સિટીમાં આજે એક વિદ્યાર્થી સંગઠન દ્વારા જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન વાડા વિલન બનીને ત્રાટક્યા હતા.
સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર; આ મહંતને સોંપાઈ મોટી જવાબદારી
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આવેલા આર્ક્યોલોજી વિભાગમાં જન્માષ્ઠમી નિમિત્તે એક વિદ્યાર્થી સંગઠન દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે કાર્યક્રમ શરૂ થતાં પહેલા એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ ડ્રામાની શરૂઆત ડીન મેડમ દ્વારા કરવામાં આવી હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. પહેલા તો મેડમે કાર્યક્રમની પરવાનગી આપી જેથી વિદ્યાર્થીઓએ મટકીફોડની તડામાર તૈયારીઓ શરૂ કરી અને જ્યારે તૈયારીઓ પૂર્ણ થઈ તો મેડમે જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી વિજિલન્સની ટીમને જ બોલાવી લીધી.
અંબાલાલની આગાહી! ઓગસ્ટ કોરોકટ જતાં વધ્યું છે ટેન્શન, જાણી લો સપ્ટેમ્બરમાં શું થશે
વિજિલન્સની ટીમે આર્ક્યોલોજી વિભાગમાં આવતાની સાથે જ રસ્સા પર બાંધેલી મટકી નીચે ઉતરી દઈ હજારો વિદ્યાર્થીઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી અને બાદમાં નિવેદનો કરવા માટે ટેવાયેલા વિજિલન્સના વડા સુદર્શન વાડાએ કાંહાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સામે વિલનની ભૂમિકા ભજવી.
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સૂચવ્યું BHARAT નું ફૂલ ફોર્મ, વિપક્ષને આપી નામ બદલવાની સલાહ
વિજિલન્સ ઓફિસર સૌ પ્રથમ તો ફેકલ્ટીમાં પ્રવેશ્યા અને વિદ્યાર્થીઓને ધમકાવવાનું શરુ કર્યું. જેથી કેટલાક વિદ્યાર્થીઓ વેરવિખેર થઈ ગયા પરંતુ જે વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તે વિદ્યાર્થીઓએ વિજિલન્સ ઓફિસર સામે બાયો ચઢાવી ફેકલ્ટીના મુખ્ય દ્વાર પાસે જ ધરણાં પર બેસી ગયા.
શીતળા માતાના આ મંદિરમાં બાધા રાખશો બોલતા-ચાલતા થઇ જશે બાળકો, આજનું છે વિશેષ મહત્વ
ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓને જોઈ વિજિલન્સ ઓફિસરનો પિત્તો ગયો હતો. જેથી તેમને વધુ એક વખત વિદ્યાર્થીઓને ધમકવાનું શરૂ કર્યું હતું અને મીડિયા અને પોલીસની હાજરીમાં જ કહ્યું હતું કે આંદોલન કરો એનો વાંધો નઈ પર રેસ્ટ્રીગેટ થવાની તૈયારી રાખજો. સુદર્શન વાડાએ વિદ્યાર્થીઓને ડરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોલાવી લીધો હતો અને બાદમાં એક બાદ એક વિદ્યાર્થીઓના આઈ કાર્ડની ચકાસણી શરૂ કરી આંદોલન કરી રહેલા તમામની યાદી બનાવવા નું શરૂ કર્યું હતું.
Jupiter Transit: માતા લક્ષ્મી આ 3 રાશિઓને બનાવશે માલામાલ, ઘરમાં રહેશે રોજ દિવાળી
તો બીજી તરફ મામલો ઉગ્ર બને એ પેહલા ફેકલ્ટી ડીનને ભમઃ જ્ઞાન આવતા તેમના દ્વારા વિદ્યાર્થીઓને મટકી ફોડની ઉજવણી કરવા માટેની પરવાનગી આપી દેવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ સામે સુદર્શન વાડાએ પોતાની ટીમ સાથે ફેકલ્ટીમાંથી વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી અને બાદમાં વિદ્યાર્થીઓએ ડીજેના તાલે મટકી ફોડના કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરી હતી.