રક્ષિત પંડ્યા, રાજકોટ : શહેરમાં નવું બસપોર્ટ શરૂ થયું છે. લોકાર્પણના 5 મહિના બાદ આજથી આ બસપોર્ટ શરૂ થયું છે. નવા બસપોર્ટ ખાતેથી અમદાવાદ સુરત  સહિતના રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મળતી માહિતી મુજબ આ જે નવું બસપોર્ટ શરૂ થયું છે તેના પ્લેટફોર્મ 1 , 2 અને 3 પર પ્રીમિયમ એટલે કે એસી અને વોલ્વો બસ મૂકવામાં આવશે, જ્યારે બાકીના પ્લેટફોર્મ પર અન્ય બસ મુકવામાં આવશે. અન્ય રાજ્યોમાં બસ સેવા આગામી દિવસોમાં સરકારની સૂચના બાદ તબક્કા વાર શરૂ કરવામાં આવશે.



અત્રે જણાવવાનું કે 25 જાન્યુઆરી 2020 ના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ચ 2020થી શરૂ થવાનું હતું આ બસપોર્ટ પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શક્ય બન્યું ન હતું. 



લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube