ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં ઢોર ડબ્બામાં પશુના મોત મામલે રાજકારણ ગરમાયું છે. ઢોર ડબ્બાના કોન્ટ્રાક્ટર દ્વારા ઢોર ડબ્બાનો કોન્ટ્રાક્ટ છોડવા મૌખિક રજૂઆત કરતા FIR નોંધી પગલાં લેવાની માંગ માલધારી સમાજે કરી છે. આગામી સમયમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઢોર ડબ્બા નું કોન્ટ્રાક્ટ છોડવામાં આવી શકે છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ છોડવા મુદ્દે હજુ સુધી લેખિતમાં જાણ કરાય નથી. લેખિત રજૂઆત બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 90 દિવસ દરમિયાન 756 જેટલા પશુઓના મોત થયા હતા. જેમાં 526 વાછરડા, 108 ગાય, 75 ખૂંટિયા 46 વાછરડી અને 1 પાડાના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધો.1થી 8નો કોર્સ બદલાશે! નવા 20 પુસ્તકો ભણવા


રાજકોટમાં ઢોર ડબ્બામાં પશુઓના મોતનો મુદ્દો
વેટરનિટી ઓફિસર જાંકાસણિયાનું નિવેદન આપ્યું હતું. જીવદયા ટ્રસ્ટ દ્રારા સંચાલકમાંથી મુક્તિ મળવા માટે મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં અમે સંચાલન પરત લઇને મહાનગરપાલિકા સંચાલન સંભાળશે. ચોમાસાના સમયમાં ગાયોના મૃત્યુ સ્વભાવિક છે. જે મૃત્યુઆંક સામે આવ્યો છે તેમાં સૌથી વધારે વાછરડાં છે. હવે જીવદયા ટ્રસ્ટ આ સંચાલન સંભાળવા તૈયાર નથી ત્યારે મહાનગરપાલિકા ગાયોની જાળવણી કરશે.


લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!


RMCના ઢોર ડબ્બામાં પશુઓના મોતનો મામલો માલધારીઓ મેદાને આવ્યા છે. માલધારીઓએ કહ્યું, અમારા ઘરે થી પશુ પકડી લઈ જાય ત્યારે સ્વસ્થ્ય હોઈ છે. એનિમલ હોસ્ટેલમાં ગયા પછી કેમ મરી જાય છે ?. ચોમાસામાં ઢોર ડબ્બામાં પશુનોને બેસવા માટે પણ વ્યવસ્થાઓ નથી.નાના વાછરડાઓ મોટા પશુઓની વચ્ચે દબાઈ જાય છે જેથી મોતને ભેટે છે. એનિમલ હોસ્ટેલનું સંચાલન કરનારા અને વેટરનરી ઓફિસર સામે FIR નોંધવા માંગ છે. આમ આદમી પાર્ટીએ પણ RMC કચેરીમાં ઢોરના મોત મામલે વિરોધ કર્યો હતો.


અબજપતિ શેખ પત્નીને બિકિનીમાં જોવા માંગતો હતો, 418 કરોડ ખર્ચી આખો ટાપુ ખરીદી લીધો


જોકે રાજકોટમાં ચોમાસા દરમિયાન ઢોર ડબ્બામાં ગંદકીને કારણે પશુઓના ઢોર ડબ્બામાં મોત થયા હોવાનું અધિકારીઓ સ્વીકારી રહ્યા છે. ત્યારે પશુઓના મોત મામલે રાજકારણ ગરમાયું છે. RMCના સાશકો પશુઓના મોત મામલે ભીંસમાં મુકાયા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ માલધારીઓને સાથે રાખી કોર્પોરેશન સત્તાધીશોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.


7 અમદાવાદીઓના મોત વાળા કાર અકસ્માતમાં મોટો ધડાકો! સામે આવ્યો ચોંકાવનારો વીડિયો