7 અમદાવાદીઓના મોત વાળા કાર અકસ્માતમાં મોટો ધડાકો! સામે આવ્યો ચોંકાવનારો વીડિયો

Road Accident: મંગળવારે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી 8 મિત્રો શામળાજી અને રાજસ્થાન ફરવા ગયા હતા. ત્યાંથી તેઓ બુધવારે સવારે અમદાવાદ પરત ફરી રહ્યાં હતાં. જે દરમિયાન હિંમતનગર નજીક ટ્રેલર પાછળ ઈનોવા કાર ઘુસી જતાં સ્થળ પર જ 7 યુવકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ગવાયેલ એક યુવક હજુ સારવાર હેઠળ છે. 

7 અમદાવાદીઓના મોત વાળા કાર અકસ્માતમાં મોટો ધડાકો! સામે આવ્યો ચોંકાવનારો વીડિયો
  • હિંમતનગર નજીક અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે
  • કારમાં જઈ રહેલા અમદાવાદના યુવાનોનો વીડિયો આવ્યો સામે
  • કારની સ્પીડ 120 કિમીની હોવાનો વીડિયો આવ્યો સામે
  • મૃતક ભરત કેસવાણીએ વ્હોટ્સઅપ સ્ટેટ્સમાં મૂક્યો હતો વીડિયો
  • અકસ્માતમાં 7 લોકોનાં નિપજ્યા હતા મોત 

Road Accident: અમદાવાદથી રાજસ્થાન ગયેલાં યુવકોને બુધવારે કાળ ભરખી ગયો હતો. ઈનોવા કાર ટ્રેલર પાછળ ઘુસી ગઈ અને કારનો કચ્ચરઘાણ વળી ગયો. ઈનોવા કારમાં સવાર 8 થી સાત યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. જ્યારે ગંભીર રીતે ગવાયેલાં યુવકની ચાલી રહી છે સારવાર. આ દરમિયાન ઈનોવા કાર અકસ્માત પહેલાં નો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે. 

ઉલ્લેખનીય છેકે, મંગળવારે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી 8 મિત્રો શામળાજી અને રાજસ્થાન ફરવા ગયા હતા. ત્યાંથી તેઓ બુધવારે સવારે અમદાવાદ પરત ફરી રહ્યાં હતાં. જે દરમિયાન હિંમતનગર નજીક ટ્રેલર પાછળ ઈનોવા કાર ઘુસી જતાં સ્થળ પર જ 7 યુવકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ગવાયેલ એક યુવક હજુ સારવાર હેઠળ છે. તેની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. સાથે જ આ અકસ્માતની ઘટના પહેલાંનો એક વીડિયો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. 

હિંમતનગર નજીક અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે છે. કારની સ્પીડ 120 કિમીની હોવાનો વીડિયો આવ્યો સામે આવતો સનસનાટી મચી ગઈ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવનો મામલો પણ શંકાના ઘેરામાં છે. એવામાં ઈનોવા કારમાં જઈ રહેલા અમદાવાદના યુવાનોના વીડિયોએ ખળભળાટ મચાવ્યો છે. વીડિયોમાં કારની સ્પીડ 120 કિલો મીટર પ્રતિ કલાક કરતાં વધુ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મૃતક ભરત કેસવાણીએ વ્હોટ્સઅપ સ્ટેટ્સમાં મૂક્યો હતો વીડિયો. અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેને કારણે આ અકસ્માતની ઘટનામાં મોટો ખુલાસો થયો છે.

જુઓ આ અકસ્માતની ઘટના પહેલાંનો વીડિયોઃ

 

- મૃતક ભરત કેસવાણીએ વ્હોટ્સઅપ સ્ટેટ્સમાં મૂક્યો હતો વીડિયો #himmatnagar #death #accident #roadaccident #ZEE24Kalak #video pic.twitter.com/NkRuXIPlkA

— Zee 24 Kalak (@Zee24Kalak) September 26, 2024

 

ગેસ કટરથી કારના પતરાં કાપી લાશો કાઢવી પડી બહાર-
હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મૃતકોની યાદીઃ
1.ધનવાની ચિરાગ રવિભાઈ
2. રોહિત
3. સાગર ઉદાની
4. ગોવિંદ
5. રાહુલ
6. રોહિત
7. બર્થ

ઘટનામાં બચેલાં એક માત્ર યુવકે કર્યા મોટા ખુલાસાઃ
ઇજાગ્રસ્ત હનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મંગળવારે સાંજના પાંચેક વાગે હું, મિત્રો રાહુલ શીરવાણી, ગોવિંદ, રોહિત, સાગર, રોહિત મનચંદાણી, ચિરાગ ધનવાણી અને ભરત કેશવાણી કુબેરનગર ભેગા થયા હતા. રાહુલ વિદેશથી આવેલો હતો તો આપણે ક્યાંક ફરવા જઈએ તેવી વાત ચાલતી હતી. જેમાં તમામ મિત્રોએ રાજસ્થાન જવાનું નક્કી કર્યું. રોહિત તેના મિત્રની ઇનોવા કાર લઈને આવ્યો હતો. રાતના 9.30 વાગે તમામ મિત્રો કારમાં બેસીને રાજસ્થાન જવા નીકળ્યા હતા. રોહિત ગાડી ચલાવી રહ્યો હતો. રાત્રિના 12 વાગ્યાની આસપાસ રાજસ્થાન ખાતેની એક હોટેલમાં રોકાયા હતા અને વહેલી સવારે પાંચ વાગે હોટેલ પરથી પરત અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા.

કોણ ચલાવી રહ્યું હતું ઈનોવા કાર?
120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપી ચાલતી કારે લીધો હતો અમદાવાદના 7 યુવકોનો ભોગ. આ કારનો ચાલક હતો રોહિત. ઘટનામાં બચેલાં એક માત્ર યુવક હની શંકરલાલ તોતવાણીએ કર્યા મોટા ખુલાસા. હનીએ જણાવ્યુંકે, રાજસ્થાનથી રતનપુર બોર્ડરથી અમે પરત આવી રહ્યાં હતાં. રતનપુરથી શામળાજી અને ત્યાંથી પરત આવતા હતા. રસ્તામાં ગાડીમાં અમે 8 મિત્રો સવાર હતા. રોહિત પૂર ઝડપે કાર ચલાવી રહ્યો હતો. 6 વાગ્યાની આસપાસ હિંમતનગર નજીક અમારી કાર એક ટ્રેલરના પાછળના ભાગે ટકરાઈ હતી.

અકસ્માતમાં મને પગના ભાગે તથા મિત્રોને ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાંથી નીચે ઉતરીને મેં મારા ફોનનું લોક ખોલી મારા પિતા શંકરલાલને અકસ્માતની જાણ કરી હતી. ત્યાર બાદ મને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં મારી સારવાર ચાલી રહી છે. મારા પિતા હોસ્પિટલ આવ્યા ત્યારે મારા મિત્રો બાબતે પૂછતાં મારા પિતાને જણાવ્યું હતું કે, એક્સિડન્ટમાં મિત્રોને ગંભીર ઈજા પહોંચવાથી તેમના મૃત્યુ થયા છે.''
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news