Cyber Fraud Crime ગૌરવ દવે/રાજકોટ : સામાન્ય નાગરિકો સાથે ક્રાઈમ થાય તો તેઓ વકીલ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવી ન્યાયની માંગણી કરતા હોય છે. પરંતું અહી તો શિકારી ખુદ યહા શિકાર હો ગયા જેવી સ્થિતિ બની છે. રાજકોટના વકીલો જ સાઈબર ફ્રોડના ભોગ બનયા છે. રાજકોટમાં દસ્તાવેજ નોંધણીમાં 35 વકીલો ના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા છે. બાયોમેટ્રિક મશીનથી અંગૂઠો આપ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા ઉપડ્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમને જાણ કરવામાં આવી રજીસ્ટ્રેશનની સિસ્ટમ જ હેક થઈ. સાઇબર ક્રાઇમના એસીપીને લેખિતમાં વકીલોએ જાણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, રાજકોટના રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસિયેશન સાથે સંકળાયેલા 35 વકીલોના ખાતામાંથી માત્ર 20 થી 25 દિવસમાં 3.50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ બાદ વકીલો દોડતા થયા હતા. ઉહાપોહ મચી ગયો હતો. વકીલો સબ રજિસ્ટ્રાર કચેરીએ દોડતા ગયા હતા. કચેરીમાંથી જ આધાર કાર્ડનો ડેટા લીક થયો હોવાની શંકા છે. 


ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થયું, વરસાદના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો


એકસાથે 35 જેટલા વકીલોના ખાતામાંથી રૂપિયા ઉડી ગયા હતા. આમ, એકસાથે આટલા બધા વકીલો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તેવો ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે. સાયબર ક્રાઈમ ગઠીયાએ તમામ વકીલોના ખાતામાં 10 હજારથી ઓછી રકમ ઉપાડી છે. જેથી તેને ઓટીટીની જરૂર ન પડે. પરંતુ 35 વકીલોની રકમનો આંકડો ભેગો કરીએ તો કુલ 3.50 લાખ રૂપિયા રકમ થાય છે. કારણ કે, ગઠિયાએ 10 હજાર કરતા ઓછી રકમ ઉપાડતા બેંકે ઓટીપી માંગ્યો ન જ નહતો. 


રાજકોટમાં સબ રજીસ્ટ્રાર ઓફિસમાં ફિંગર પ્રિન્ટ મૂકતા જ વકીલોના બેંક ખાતામાંથી રૂપિયા કપાયા હતા. દસ્તાવેજમાં સાક્ષી વકીલ દ્રારા ફિંગરપ્રિન્ટ મૂકતાની સાથે જ વકીલના ખાતામાંથી ૯૯૯૯ જેટલી રકમ કપાઈ ગઈ હતી. શહેરમાં ૩૫થી વધુ વકીલોના બેંક ખાતામાંથી આ રકમ ગાયબ થઈ છે. રેવન્યૂ બાર એસોસિએશન દ્રારા સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ કરાઇ છે. ત્યારે રૂપિયા કઇ રીતે કપાયા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. સાયબર ચાંચિયાઓની છેતરપિંડી કે કોઇ ટેક્નિકલ ક્ષતિ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


જામનગરમાં તુ તુ મૈં મૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી, મેયરનો પરિવાર પહોંચ્યો ફરિયાદ કરવા


ગઠીયાએ વકીલોના આધાર કાર્ડના ડેટાનો ઉપયોગ કરીને ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા. ગરવી 2.0 સરકારી પ્રોગ્રામના ડેટા લીક થયાની અથવા હેક થયાનો પોલીસને સંકા છે. ગઠિયાએ માત્ર 20 થી 25 દિવસમાં અલગ અલગ લોકેશનથી નાણાં ઉપાડ્યા હતા. 


ત્યારે આ મામલે પોલીસ તથા વકીલોએ તપાસ શરૂ કરી છે. જેમાં સંખ્યાબંધ લોકોને આ ગઠિયાએ શિકાર બનાવ્યા હોય તેવું સામે આવ્યું છે. 


100 વર્ષના ઈતિહાસનો પહેલો સૂકો ઓગસ્ટ મહિનો, ગુજરાત જ નહિ અડધું ભારત કોરું રહ્યું