જામનગરમાં તુ તુ મૈં મૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી, મેયર બીનાબેનના પરિવારજનો પહોંચ્યા ફરિયાદ કરવા

Rivaba Jadeja : રીવાબાએ જાહેરમાં ગુસ્સો કર્યા બાદ મેયર બીનાબેનના પરિવારજનો ભાજપ શહેર પ્રમુખને મળવા પહોંચ્યા... પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો
 

જામનગરમાં તુ તુ મૈં મૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી, મેયર બીનાબેનના પરિવારજનો પહોંચ્યા ફરિયાદ કરવા

Jamnaagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરના સાંસદ અને મેયરને ખખડાવનારા ધારાસભ્ય રીવાબા જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે. જોકે, જામનગરમાં ભાજપના મહિલા નેતાઓ વચ્ચે ઝઘડો હજુ શાંત ન હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે, મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા હતા. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો. મેયરનું અપમાન અસહ્ય છે, રીવાબા શબ્દો પાછા ખેંચે એવી માંગ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં એવું નહિ થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા આપી છે. મહત્વનું છે કે, જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. એક તરફ મેયર આ ઘટનાને ભાજપનો પારિવારિક મામલો ગણાવી રહ્યા છે તો બીજી તરફ,  

પત્રિકાકાંડ બાદ ભાજપમાં મહિલાઓની તુંતુંમેંમેં
શિસ્તબદ્ધ ગણાતી ભાજપની ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક ચણભણનો વીડિયો વાયરલ થતા જ ચર્ચા ઉઠી હતી. છેક દિલ્હી સુધી આ ચડસાચડસીનો અવાજ સંભળાયો હતો. ભાજપમાં પત્રિકાકાંડનો વિવાદ હજુ શમ્યો ન હતો, ત્યા જામનગરમાં મહિલા નેતાઓ જાહેરમાં બાખડ્યા હતા. શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશના કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર અને સાંસદ વચ્ચે બોલાચાલી થઇ હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ શહેરના મેયરને કહ્યું કે, ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા, આની પાછળ તમે છો. 'તમે જ સળગાવ્યું છે' તેમ જણાવીને સમજાવવા ગયેલા સાંસદ પૂનમબેન માડમ પણ ધારાસભ્ય રિવાબાની ઝપટે ચડી ગયા હતા. રીવાબા જાડેજાએ 'ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા' તેવું મેયર બીનાબેનને રોકડું પરખાવી દીધું હતુ. આ બાદ મામલો ગરમાયો હતો. 

બીનાબેનના પરિવારો ભાજપ કાર્યાલય પહોંચ્યા 
જામનગરમાં જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી. આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરના મેયર બીનાબેનને પણ ખખડાવ્યા હતા. જે તુતુ મૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી. મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલયે રજૂઆત કરવા પહોંચ્યા હતાં.મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, મેયરનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માગ પણ કરી હતી. આગામી દિવસોમાં એવું નહીં થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા પણ આપી હતી.

No description available.

ઘટના પર પૂનમબેન માડમનું રિએક્શન 
જામનગરમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે વિવાદ મુદ્દે આખરે સાંસદ પૂનમ માડમે કહ્યું કે, રીવાબાની ગેરસમજને લીધે સમગ્ર મામલો ઊભો થયો હતો. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, પાર્ટીની અનુમતિ બાદ હું નિવેદન આપી રહી છું. મેયર અને સાંસદ વચ્ચે થયેલી ચર્ચા મુદ્દે રીવાબાએ તાત્કાલિક નિર્ણય લેતા ડખો થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે મેયર મારા મોટા બહેન અને રીવાબા મારા નાના બહેન સમાન છે. આગામી દિવસોમાં અમે સાથે કાર્યક્રમમાં પણ જોવા મળશું. શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ ચર્ચા યોગ્ય નહોતી, માટે મે સોરી કહ્યું હતું. શાંતિથી બેસી ગેરસમજણ મુદ્દે ચર્ચા કરવા સાંસદે જણાવ્યું હતુ. 

રિવાબા અને પુનમ માડમ વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ
હવે આ મામલામાં રિવાબાએ ખુલાસો કરતા જણાવ્યું છે કે, સાંસદે આ કાર્યક્રમમાં જાહેરમાં ટિપ્પણી કરી કે આવા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ બૂટ કાઢતા નથી, પરંતુ કેટલાંક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ બનીને ચંપલ કાઢીને ઉભા રહે છે. શહીદોને શ્રદ્ધાંજલિ પ્રસંગ હતો એવા સમયે મે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, એવા સમયે સાંસદની ટિપ્પણીથી મારા આત્મસન્માનને ઠેસ પહોંડનારી હતી. શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરતી વખતે તેમની જે આ ટિપ્પણી હતી તે મને માફક ન આવી અને મારે ન છૂટકે તેમને જવાબ આપવો પડ્યો. જ્યારે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે તમે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપો ત્યારે પાર્ટી ઠપકો આપે કે શાબાસી આપે, તમે જ જણાવો...શ્રદ્ધાંજલિની વાત થતી હોય અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં સામાન્ય નાગરિક પણ વિચારે કે એમાં ખોટું શું કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news