100 વર્ષના ઈતિહાસનો પહેલો સૂકો ઓગસ્ટ મહિનો, ગુજરાત જ નહિ અડધું ભારત કોરું રહ્યું

August 2023 : હાલ ચાલી રહેલો ઓગસ્ટ મહિનો છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો રહેવાની સંભાવના....ભારતમાં આ મહિને સરેરાશ  7 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો....ઓછા વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા...વરસાદ ન થાય તો ચીજ-વસ્તુના ભાવ વધવાના સંકેત...   
 

100 વર્ષના ઈતિહાસનો પહેલો સૂકો ઓગસ્ટ મહિનો, ગુજરાત જ નહિ અડધું ભારત કોરું રહ્યું

Gujarat Weather Forecast : ઓગસ્ટ મહિનો 100 વર્ષમાં સૌથી સૂકો રહેવાની સંભાવના છે. અલ નીનો પેટર્નના કારણે પહેલા પંદર દિવસ વરસાદ ઓછો નોંધાયો હતો. જો હવે પછીના પંદર દિવસ પણ વરસાદ ન આવે તો ખેતી પર અસર થઈ શકે છે. દેશના દક્ષિણ,પશ્વિમ અને મધ્ય ભાગમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ભારતમાં આ મહિને સરેરાશ 7 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જેની અસર ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે. ડાંગર, સોયાબીન સહિતના વાવેતરને મોટાપાયે અસર થઈ શકે છે. તેમજ જો વરસાદ ન આવે તો ચીજ-વસ્તુના ભાવ વધવાના સંકેત છે. એટલે ફરી મોંઘવારીનો ડામ લાગી શકે છે. 

વરસાદ ખેંચાતા મહેસાણા જિલ્લામાં 1.92 લાખ હેક્ટર વાવેતર પર ખતરો મંડરાઈ હ્યો છે. છેલ્લાં પંદર દિવસથી વરસાદે હાથતાળી આપતા પાક મુરઝાવા લાગ્યો છે. આ કારણે બીટી કપાસ, કઠોળ, એરંડા, મગફળી, ધાસચારો સહિતના પાકમા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. કારણ કે, કપાસના પાસ માટે વરસાદનું પાણી જરૂરી છે. જો વરસાદ નહિ આવે, તો પાણી લાવવું ક્યાંથી. 

હવામાન વિભાગે જણાવ્યું કે, વર્ષ 1901 થી વરસાદી રેકોર્ડ રાખવાની શરૂઆત કરાઈ છે. ત્યારથી અત્યાર સુધીના 100 વર્ષમાં પહેલીવાર આવો સૂકો ઓગસ્ટ મહિનો જોયો છએ. આ સદીનો સૌથી મોટો સુકો ઓગસ્ટ મહિનો બની રહે તેવી શક્યતા છે. માત્ર ગુજરાત જ નહિ, દેશના દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. 

આખા જુલાઈમાં સારો વરસાદ આવતા ખેડૂતોએ હોંશેહોંશે બીટી કપાસ, એરંડા, અડદ, મગ, તેમજ બાજરી સહિત ઘાસચારાનું વાવેતર કર્યું હતું. પરંતું ઓગસ્ટ આવતા જ વરસાદ છૂમંતર થઈ ગયો. આવામાં મહેસાણા જિલ્લામાં માત્ર 59.95 ટકા વરસાદ આવ્યો છે. જેમાં સૌછી ઓછો ઉંઝા તાકુલામાં 38.21 ટકા અને સૌથી વધુ વિજાપુર તાલુકામાં 88.61 ટકા વરસાદ પડ્યો છે. આથી ઉભો પાક મુરઝાવા લાગ્યો છે. આ કારણે ખેડૂતોમાં ચોમાસું નિશ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, દેશમાં પૂર, ભૂસ્ખલન, વીજળી પડવાથી 2038 લોકોના મોત નિપજ્યાં છે. 1 એપ્રિલથી અત્યાર સુધી જોવા કુદરતી હોનારતનો કહેર જોવા મળી રહ્યો છે. બિહારમાં સૌથી વધારે 518, હિમાચલ પ્રદેશમાં 330 લોકોના મોત થયા છે. તો ગુજરાતમાં 165 લોકોના મોત, મધ્ય પ્રદેશમાં 138 લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્ર-કર્ણાટકમાં 107-107, છત્તીસગઢમાં 90 લોકોના મોત નોંધાયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં 75 લોકોના કુદરતી હોનારતમાં મોત થયા છે. વરસાદ, ભૂસ્ખલન અને વીજળી પડવાના કારણે 335 જિલ્લા પ્રભાવિત થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news