રાજકોટનું રાજકારણ ગરમાયું : પાટીલે દિગ્ગજ નેતાને શિસ્તભંગની નોટિસ ફટકારી
Rajkot News : પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત 8 હોદ્દેદારોને સી.આર.પાટીલે ફટકારી નોટિસ... લોધિકા સંઘની ચૂંટણીમાં પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કરવાના મામલે 7 દિવસમાં ખુલાસો કરવા ફરમાન...
Gujarat BJP Action : રાજકોટના BJP ના હોદ્દેદારો સામે પ્રદેશ ભાજપે લાલ આંખ કરી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત 8 હોદ્દેદારોને નોટિસ પાઠવી છે. તમામ હોદ્દેદારોને 7 દિવસમાં ખુલાસો આપવા સીઆર પાટીલે ફરમાન કર્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખે આ તમામ સામે શિસ્તભંગની નોટિસ ફટકારી છે. તમામે પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું. જાણો શું હતો આ મામલો.
બન્યું એમ હતું કે, લોધિકા સંઘના પ્રમુખની ચૂંટણીમાં ભાજપે વ્હીપ આપ્યો હતો. જેમાં નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે રિપિટ કરવાનો વ્હીપ હતો. પરંતું અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચાએ પાર્ટીએ આપેલા વ્હીપનું ઉલ્લંઘન કર્યુ હતું. તેમજ બાબુ નસિત, મનસુખ સરધારાએ પણ વ્હીનો અનાદર કર્યો હતો. વ્હીપ બાદ પણ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કારણ કે, રૈયાણીના લોધિકા સંઘના પ્રમુખ બનવાના અભરખા હતા. પરંતું પાટીલના વ્હીપ બાદ રૈયાણીના સપના પર પાણી ફરી વળ્યું હતું.
કંઈક નવાજૂની થશે : અમિત શાહ ગુજરાતમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે ગુપ્ત બેઠક
જેથી જિલ્લા સંગઠન અને સહકારી ક્ષેત્રના રાજકારણમાં પોતાનો દબદબો કરવા નીકળેલા પૂર્વ મંત્રીને શિસ્તભંગ બદલની નોટિસ મોકલવામાં આવી છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત આઠને નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો આપવાનું જણાવ્યું છે. પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા સામે પાટીલે લાલ આંખ કરી છે. અરવિંદ રૈયાણીએ પાર્ટીએ આપેલા વ્હિપની ઉપરવટ જઈ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
ઓલિમ્પિક રમાડવા ગુજરાતનો થનગનાટ : રમતો ક્યા રમાડવી તેના માટે આ 33 સ્પોટની થઈ પસંદગી
રક્ષાબંધનમાં વરસાદ આવશે કે નહિ, હવામાન વિભાગની ચિંતા વધારતી આગાહી
સીઆર પાટિલે નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે રીપિટ કરવાનો વ્હીપ આપ્યો હતો. પરંતું લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા,બાબુ નસિત અને મનસુખ સરધારાએ લોધિકા સંઘની ચૂંટણી વખતે પ્રદેશ ભાજપના વ્હીપનું ઉલ્લંઘન કર્યુ હતું. આ ઉપરાંત આ વ્હિપ બાદ રૈયાણી અને તેના સાથીઓએ હાઇકોર્ટમાં પણ પડકાર્યો હતો. સીઆર પાટિલના વ્હિપ બાદ અરવિંદ રૈયાણીના લોધિકા સંઘના પ્રમુખ બનવાના તેમજ મહત્વના હોદ્દા કબ્જે કરવાના અરમાન પર પાણી ફરી વળ્યુ હતું.
ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ, મુસાફરો વધતા આ રુટ પર દોડશે ટ્રેન