નિલેશ જોશી/દમણ: રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આથી લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા અને હવા ખાવાના પ્રદેશોની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ વેકેશન ચાલી રહ્યું હોવાથી ગુજરાતને અડીને આવેલ દાદરા નગર હવેલી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઇ રહ્યું છે. જંગલ અને ડુંગરાળ પ્રદેશ વચ્ચે અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ દૂધનીનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મીની કાશ્મીરનો અનુભવ કરાવી રહ્યું છે. ત્યારે આવો આપને પણ આ રમણીય નજારાની કરાવીએ શેર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરિયર બરબાદ કરવાની ધમકી આપી, એટલું ટોર્ચર કર્યું કે આપઘાતનો વિચાર આવ્યોઃ બાવરી


પહાડોની વચ્ચે જોવા મળી રહેલ આ કુદરતી સૌંદર્ય સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ના જંગલ વિસ્તારમાં આવેલ છે. ગુજરાતને અડીને આવેલ દાદરા નગર હવેલી ના જંગલ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા છે. પાટનગર સેલવાસથી ચાલીસ કિલોમીટર દૂર આવેલ દૂધની પર્યટકો માટે સ્વર્ગ સમાન છે. શહેરોમાં કોંક્રિટના જંગલમાં રહેતા લોકો અસલી જંગલમાં આવીને ભાવવિભોર બની જાય છે. એક તરફ દમણ ગંગા નદીનો ભવ્ય નજારો અને બીજી તરફ ડુંગરાળ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા બની ગયું છે.


શું તમારે પણ લગ્નમાં મંગાવવું છે Helicopter? તો જાણી લો કેટલો થાય છે ખર્ચ


રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે.આથી લોકો ઠંડા અને હવા ખાવાના સ્થળો પર વેકેશનની મજા માણવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સહીત મહારાષ્ટ્રના લોકો માટે ફરવા માટે દાદરા નગર હવેલીનું દૂધની ખૂબ માફક આવી રહ્યું છે. સુરતથી 150 કિલોમીટર દૂર આવેલ દાદરા નગર હવેલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દૂધની જળાશયમાં હાલે 160થી વધારે રંગબેરંગી શિકારા બોટ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે.


બિંદી કરવાથી માથા પર થાય છે ફોલ્લીઓ ? આ વસ્તુઓ ગણતરીની મિનિટોમાં દુર કરશે એલર્જી


દાદરા નગર હવેલીમાં આવેલ જંગલો, નદી નાળા અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ત્યારે સૌથી વધુ રળિયામણું સ્થળ દૂધની માનવામાં આવી રહ્યું છે. દમણ ગંગા નદી કિનારે આવેલ દૂધની ગામનો પ્રવાસન તરીકે વિકાસ થયો છે. અહીંયા મોટા પ્રમાણમાં રગબેરંગી બોટીંગની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. અહીં આવતા પ્રવાસીઓ નદી કિનારે એક દિવસીય પિકનિકનો આનંદ માણે છે. એમાંય અતાયર તો દમણગંગા નદીના શાંત અને શીતળ જળમાં નૌકા વિહારનો આનંદ પ્રવાસીઓ માટે એક યાદગાર સંભારણું બની જાય છે. એમાંય અત્યારે રાજ્યમાં ગરમી નો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. 


ગુજરાતના નવા પિકનિક સ્પોટ પર તમે ફર્યા કે નહિ : અહી કાશ્મીર પણ તમને ફિક્કુ લાગશે


એટલે લોકો રાહત મેળવવા ઠંડા અને હવા ખાવાના સ્થળ પર ધસારો વધી રહ્યો છે. ત્યારે લોકો જંગલમાં પ્રવાસન માટે ઉમટી રહ્યા છે. આથી દૂધની અને .અહીં ના જંગલ વિસ્તાર પ્રવાસીઓ માટે ભારે આકર્ષણ જમાવી રહ્યું છે દરેક ઉમરના લોકો અહી આવી રહ્યા છે. એમાંય કાશમીરના ડલ ઝીલમાં જોવા મળતી શિકારાઓ જેવી જ બોટ દૂધની જળાશય નું ખાસ આકર્ષણ છે. હાલે ફૂલ ગુલાબી ઠંડકમાં પહાડો વચ્ચે દૂધની જળાશયમાં બોટિંગની મઝા માણતા લોકો કાશ્મીર જેવા સ્વર્ગનો અનુભવ માણી રહયા છે.


Fitkari Totka: ખૂબ જ ચમત્કારિક છે ફટકડીના આ ટોટકા, નસીબ ચમકતા વાર નહીં લાગે! 


દાદરા નગર હવેલીના અંતરીયાળ વિસ્તારમાં આવેલ દૂધની અને તેની આસપાસના વિસ્તારમાં અગાઉ રોજગારી એક મોટો પ્રશ્ર્ન હતો. જોકે છેલ્લા એક દશકથી સ્થાનિક લોકોએ દમણગંગા નદીમાં બોટિંગની શરૂઆત કરતા રોજગારી માટે હિજરત કરતા આદિવાસી લોકોને હવે માદરે વતનમાં જ રોજગારી મળી રહી છે. દૂધનીમાં શરૂ થયેલ વોટર ટૂરિઝમના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. સાથે હવે હોટેલ ઉદ્યોગ પણ વિકાસ પામી રહ્યો છે.


આગામી 4 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? ગરમી અને માવઠાં અંગે કરાઈ ભયાનક આગાહી


દમણ ગંગા નદી પર બાંધવામાં આવેલ મધુબન ડેમના કારણે દૂધનીમાં બારેમાસ પાણી સચવાઇ રહે છે. જ્યાં એક સમયે રોજગારીની મોટી સમસ્યા હતી. તેવા આ દૂધની વિસ્તારમાં સ્થાનિક લોકોને બોટિંગ થકી મોટી રોજગારી મળી રહી છે. તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલ નાની નાની દુકાનો અને ઢાબાઓમાં દ્વારા પણ સ્થાનિક લોકો રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે પ્રકૃતિના ખોળે આવતા કોંક્રિટના જંગલમાં રહેનાર શહેરી લોકો હકીકતના જંગલમાં આવી પ્રકૃતિ માણી રહ્યા છે. તો સાથે સાથે ઓછા ખર્ચે કાશ્મીરના શિકારાઓની મજા માણી મોજ કરી રહયા છે અને ગરમીથી રાહત મેળવવા લોકો અહી આવી અને રાહત અનુભવી રહ્યા છે.


સુરતમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર માટે તડામાર તૈયારીઓ, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ