Gujarat weather forecast: આગામી ચાર દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? હવામાન વિભાગે કરી ગરમી અને માવઠાં અંગે આગાહી

Gujarat weather forecast: બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. પરંતુ હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યનું હવામા સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

Gujarat weather forecast: આગામી ચાર દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? હવામાન વિભાગે કરી ગરમી અને માવઠાં અંગે આગાહી

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આગામી 48 કલાક રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 વાતાવરણ સૂકું રહશે. તો અમદાવાદમાં 4 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 24 મે બાદ તાપમાનમાં  1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. 3 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરથી તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજ વધતો હોવાથી તાપમાન 42 થી 43 ડિગ્રી આસપાસ રહેશે.

બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. પરંતુ હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યનું હવામા સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં 4 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરતા ફરી અમદાવાદીઓ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે. અમદાવાદમાં 43 ડિગ્રીની ગરમી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. પશ્વિમ તરફથી પવન ફૂંકાતાં તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે. 

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે. 5 દિવસ સૂકા વાતાવરણ સાથે ગરમી રહેશે. અમદાવાદમાં આજે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે ગરમીનો પારો આજે 43 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં 24 કલાક બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. 

પશ્વિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાતના તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે. આંદામાન-નિકોબારમાં ચોમાસામાનું આગમન થયું છે. ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે. આંદામાન અને નિકોબારમાં વરસાદ જોવા મળ્યો છે એટલે ચોમાસું ઓનસેટ થઈ ગયું હોવાની સંભાવના છે પરંતુ તે કેરળ ક્યારે પહોંચશે તે અંગે હાલ કહેવું ઉતાવળભર્યું રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

બીજી બાજુ, આગામી ચાર દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ રહેશે પરંતુ વરસાદ થવાની કોઈ સંભાવના ના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે પણ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે. આ પવનો અરબી સમુદ્ર પરથી આવતા હોવાથી ભેજ લઈને આવે છે. ગરમીની સાથે ભેજ હોવાથી લોકોને બંધ જગ્યા પર ભારે અકળામણ જેવી અનુભૂતિ થતી હોય છે. જમીન સૂકી થઈ હોવાથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જોકે, ભેજનું પ્રમાણ વધવા લાગશે તેમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો ઊંચે જતાં લોકો રાહત મેળવવા માટે વોટર પાર્કમાં પહોંચ્યા છે. ઉનાળાના દિવસોમાં મહેસાણા જિલ્લામાં વોટર પાર્કનું આકર્ષણ અકબંધ જોવા મળી રહ્યું છે. અન્ય જિલ્લાના લોકો પણ વોટર પાર્કમાં આવીને ગરમીથી રાહત મેળવતા જોવા મળી રહ્યા છે. સાથે જ ગરમીની મોસમમાં વોટર પાર્કને પિકનિક પોઈન્ટ બનાવીને ઠંડા ઠંડા કુલ કુલનો અહેસાસ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news