ગુજરાતના નવા પિકનિક સ્પોટ પર તમે ફર્યા કે નહિ : અહી આવીને કાશ્મીર પણ તમને ફિક્કુ લાગશે

Gujarat Tourism નિલેશ જોશી/વાપી : રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આથી લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા અને હવા ખાવાના પ્રદેશોની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ વેકેશન ચાલી રહ્યું હોવાથી ગુજરાતને અડીને આવેલ દાદરા નગર હવેલી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઇ રહ્યું છે. જંગલ અને ડુંગરાળ પ્રદેશ વચ્ચે અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ દૂધનીનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મીની કાશ્મીર નો અનુભવ કરાવી રહ્યું છે. ત્યારે આવો આ રમણીય નજારો જોઈએ. 

1/11
image

પહાડોની વચ્ચે જોવા મળી રહેલ આ કુદરતી સૌંદર્ય સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જંગલ વિસ્તારમાં આવેલ  છે. ગુજરાતને અડીને આવેલ દાદરા નગર હવેલીના જંગલ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા છે. પાટનગર સેલવાસથી ચાલીસ કિલોમીટર દૂર આવેલ દૂધની પર્યટકો માટે સ્વર્ગ સમાન છે. શહેરોમાં  કોંક્રિટના જંગલમાં રહેતા લોકો અસલી જંગલમાં આવીને ભાવવિભોર બની જાય છે. એક તરફ દમણ ગંગા નદીનો ભવ્ય નજારો અને બીજી તરફ ડુંગરાળ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા બની ગયું છે. 

2/11
image

રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આથી લોકો ઠંડા અને હવા ખાવાના સ્થળો પર વેકેશનની મજા માણવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત મહારાષ્ટ્રના  લોકો માટે ફરવા માટે દાદરા નગર હવેલીનું દૂધની ખૂબ માફક આવી રહ્યું છે. સુરતથી 150 કિલોમીટર દૂર આવેલ દાદરા નગર હવેલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દૂધની જળાશયમાં હાલે 160 થી વધારે  રંગબેરંગી શિકારા બોટ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે.

3/11
image

દાદરા નગર હવેલીમાં આવેલ જંગલો, નદી નાળા અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ત્યારે સૌથી વધુ રળિયામણું સ્થળ દૂધની માનવામાં આવી રહ્યું છે. દમણ ગંગા નદી કિનારે આવેલ દૂધની ગામનો પ્રવાસન તરીકે વિકાસ થયો છે. અહીંયા મોટા પ્રમાણમાં રગબેરંગી બોટીંગની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. 

4/11
image

અહીં આવતા પ્રવાસીઓ નદી કિનારે એક દિવસીય પિકનિકનો આનંદ માણે છે. એમાંય અત્યારે તો દમણગંગા નદીના શાંત અને શીતળ જળમાં નૌકા વિહારનો આનંદ પ્રવાસીઓ માટે એક યાદગાર સંભારણું બની જાય છે. એમાંય અત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. એટલે લોકો રાહત મેળવવા ઠંડા અને હવા ખાવાના સ્થળ પર ધસારો વધી રહ્યો છે. 

5/11
image

લોકો જંગલમાં પ્રવાસન માટે ઉમટી રહ્યા છે. આથી દૂધની અને અહીંના જંગલ વિસ્તાર પ્રવાસીઓ માટે ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. દરેક ઉમરના લોકો અહી આવી રહ્યા છે. એમાંય  કાશમીરના ડાલ ઝીલમાં જોવા મળતી શિકારાઓ જેવી જ બોટ દૂધની જળાશયનું ખાસ આકર્ષણ છે. હાલ ફૂલ ગુલાબી ઠંડકમાં  પહાડો વચ્ચે દૂધની જળાશયમાં  બોટિંગની મજા માણતા લોકો કાશ્મીર જેવા સ્વર્ગનો અનુભવ માણી રહ્યાં છે.

6/11
image

દાદરા નગર હવેલીના અંતરીયાળ વિસ્તારમાં આવેલ દૂધની અને તેની આસપાસના વિસ્તારમાં અગાઉ રોજગારી એક મોટો પ્રશ્ર્ન હતો. જોકે છેલ્લા એક દશકથી સ્થાનિક લોકોએ દમણગંગા નદીમાં બોટિંગની શરૂઆત કરતા રોજગારી માટે હિજરત કરતા આદિવાસી લોકોને હવે માદરે વતનમાં જ રોજગારી મળી રહી છે. દૂધનીમાં શરૂ થયેલ વોટર ટુરિઝમના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. સાથે હવે હોટેલ ઉદ્યોગ પણ વિકાસ પામી રહ્યો છે.  

7/11
image

દમણ ગંગા નદી પર બાંધવામાં આવેલ મધુબન ડેમના કારણે દૂધનીમાં બારેમાસ પાણી સચવાઇ રહે છે. જ્યાં એક સમયે રોજગારીની મોટી સમસ્યા હતી. તેવા આ દૂધની વિસ્તારમાં સ્થાનિક લોકોને બોટિંગ થકી મોટી રોજગારી મળી રહી છે. તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલ નાની નાની દુકાનો અને ઢાબાઓમાં દ્વારા પણ સ્થાનિક લોકો રોજગારી મેળવી રહ્યા છે.

8/11
image

ત્યારે પ્રકૃતિના ખોળે આવતા કોંક્રિટના જંગલમાં રહેનાર શહેરી લોકો હકીકતના જંગલમાં આવી પ્રકૃતિ માણી રહ્યા છે. તો સાથે સાથે ઓછા ખર્ચે કાશ્મીરના શિકારાઓની મજા માણી મોજ કરી રહ્યાં છે અને ગરમીથી રાહત મેળવવા લોકો અહી આવી અને રાહત અનુભવી રહ્યા છે. 

9/11
image

10/11
image

11/11
image