Gir Somnath કૌશીલ જોશી/ગીરસોમનાથ : ગીર સોમનાથના ગુંદરણ ગામેથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતી હથિયારોની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે 4 બંદૂક તલવારો, ફરસી સહિતના અનેક હથિયારો સાથે એકની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથ જીલ્લો કે જે આમ તો હરિધામ કહેવાય છે. પરંતુ આજ ગીર સોમનાથ જિલ્લામાં ગીરના જંગલ અને અરબી સમુદ્ર પણ આવેલો છે. જેને કારણે અનેકવાર ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે, જેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવાથી લઈ હમણાં થોડા સમય પહેલાં ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. ત્યારે ગીર સોમનાથના ઇતિહાસ કયારેય ન પકડાયું તેટલા પ્રમાણમાં હથિયારો પકડાયા છે. ગીર સોમનાથમાં હથિયારોની મિની ફેક્ટરી ધમધમતી હોવાની બામી sog પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે મિની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. તાલાલા તાલુકા ગુંદરણ ગામે એસઓજી પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે ખાબકી હતી અને પોલીસે ગુંદરણ ગામે રાત્રે વાડી વિસ્તારનો નજારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં પોલીસને એક બે નહિ, પરંતુ અલગ અલગ પ્રકારના હથિયારોનો મોટો જથ્થો સામે જોઈ પોલીસ દંગ રહી ગઈ હતી.


આ પણ વાંચો : 


કાઠિયાવાડી યુવક ઈંગ્લેન્ડની લાડી લાવ્યો.... રાજકોટવાસીઓએ આ રીતે કર્યુ વહુનુ સ્વાગત


અહી ગાંઠિયાની માનતા રાખવાથી ઉધરસ મટી જાય છે, ગુજરાતમાં આવેલુ છે આ અનોખું મંદિર


ગીર સોમનાથ એસસોજી પોલીસે ગુંદરણ ગામેથી દેશી બનાવટની 4 બંદૂક કાર્ટુસ (30 લોખંડની ગોળી) 20, મોટા છરા, દારૂ ગોળો ભરેલી કોથળી, ગન પાવડર, ડ્રિલિંગ મશીન, વેલ્ડીંગ મશીન, ગેસનો બાટલો અને 13 તલવાર, ગુપ્તી ત્રણ ધારિયા સહિતનો કુલ 23 હથિયાર મળી આવ્યા હતા. જેમાં પોલીસે ગુંદરણ ગામના વાડી માલિક રામસિંહ રામા કરગરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


જોકે મોટો સવાલ એ છે કે આ ગેરકાયદે હથિયારની મિની ફેક્ટરી 2 વર્ષથી ધમધમતી હોવાનો પોલીસનો ખુલાસો છે અને અનેક હથિયારનો અન્ય જગ્યાએ વેપાર પણ થયો હોવાની આશંકા સેવાય રહી છે. એટલું જ નહિ, આ ગેરકાયદેસર હથિયારથી અનેક ગુનાઓને અંજામ પણ અપાયું હશે. કારણ ગુંદરણ ગામ ગીર જંગલને અડીને આવેલું છે. જે તમામ રહસ્યો ઉપરથી પરદો ઉંચકવા પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં આરોપીને રજૂ કરાશે.


આ પણ વાંચો : 


ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા, અહીં શ્વાસ લીધો તો મર્યા સમજો


આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સરકાર, જાણો કોણ બન્યા નવા ચેરમેન અને વાઈસ ચેરમેન?