અહી ગાંઠિયાની માનતા રાખવાથી ઉધરસ મટી જાય છે, ગુજરાતમાં આવેલુ છે આ અનોખું મંદિર

A unique temple in Surat : સુરતમા આવેલું આ મંદિર એવુ અનોખુ છે કે, અહી ખાંસી અને ઉધરસ મટી જવા માટે લોકો ગાંઠિયાની બાધા રાખે છે અને બાદમા ગાંઠિયા માતાને અર્પણ કરે છે

અહી ગાંઠિયાની માનતા રાખવાથી ઉધરસ મટી જાય છે, ગુજરાતમાં આવેલુ છે આ અનોખું મંદિર

Surat Temple ચેતન પટેલ/સુરત : સુરતમાં માતાજીનું એક એવું મંદિર જ્યાં લોકો ખાંસી માટે બાધા રાખે છે. એટલું જ નહીં ભક્તો અહીં દેશ વિદેશથી આવે છે. લોકો બાધા પુરી થયા બાદ માતાજીને ગાંઠિયા ચઢાવે છે. સુરતમાં અંબિકાનિકેતન પાસે એક એવું મંદિર આવ્યું છે, જ્યાં લોકો ખાંસીની બાધા રાખે છે અને આ મંદિર ખોખલી માતાના મંદિર તરીકે ઓળખાય છે. માત્ર પાર્લે પોઇન્ટ જ નહીં પરંતુ કાપોદ્રા વિસ્તારમાં પણ ખોખરી માતાનું મંદિર છે અને તેની ખાસિયત છે કે બાધા પૂર્ણ થયા બાદ ભક્તો માતાજીને ગાંઠીયા અર્પણ કરે છે.

ગુજરાતમાં ગાંઠિયા સૌથી પ્રખ્યાત નાસ્તો છે, પરંતુ ઘણા લોકોને ખબર ના હશે કે ગાંઠીયા માતાજીના મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. સુરતના પાર્લે પોઇન્ટ અને કાપોદ્રા વિસ્તારમાં ખોખલી માતાનું મંદિર આવેલ છે, વર્ષો જુના આ મંદિરમાં માન્યતા છે કે જે લોકોને ઉધરસની તકલીફ હોય અને અહીં મંદિરમાં આવીને માનતા માને તો તેમની આ તકલીફ દૂર થઈ જાય છે અને લોકો અહીં માનતા પૂર્ણ થયા બાદ માતાજીને પ્રસાદ રૂપે ગાંઠિયા અર્પણ કરે છે. 

દેશ વિદેશથી લોકો અહીં બાધા પૂરી કરવા આવે છે અને બાધા પુરી થતા અહીં માતાજીને ગાંઠિયા ચઢાવવામાં આવે છે. સુરતમાં ઘણા એવા માતાજીના મંદિરો છે. જેનું પોતાનું આગવું એક મહત્વ છે. આવું જ એક મંદિર ખોખલી માતાનું છે. પારલે પોઇન્ટ અંબિકાનિકેતન પાસે જ ખોખલી માતાનું મંદિર છે. જે 100 વર્ષ કરતા પણ વધુ જૂનું મંદિર છે. લોકો અહીં ખાંસીની બાધા રાખે છે. 

આ મંદિરની દેખરેખ રાખતા પરિમલ ગજ્જરે જણાવ્યું કે, આ મંદિર ખૂબ જૂનું મંદિર છે. લોકવાયકા પ્રમાણે આ મંદિર પાસે પહેલા એક કૂવો હતો. અને જે લોકો ને કોઈ બીમારી કે ખાંસી થાય તેઓ ને આ કુવાનું પાણી પીવડાવવામાં આવતું હતું. પાણી પીવાથી લોકોની ખાંસી સારી થઈ જતી હતી. પહેલા અહીં માત્ર નાનકડી ડેરી જેવું મંદિર હતું. સમય જતાં આ મંદિરનું બાંધકામ મોટું કરાયું. હાલ અહીં કૂવો નથી, પરંતુ લોકો શ્રદ્ધાથી માતાજીની બાધા રાખે છે અને માતાજી તેઓની બાધા પુરી કરે છે. 

આજે લોકો બાધા પુરી થતા અહીં ગાંઠિયા ચઢાવે છે. દેશ વિદેશથી ગુજરાતીઓ ખોખલી માતાજીની બાધા રાખે છે. અને તેઓની બાધા પુરી થતા અહીં બાધા પુરી કરવા પણ આવે છે. કોરોના કાળમાં પણ લોકો મોટી સંખ્યામાં લોકો અહીં બાધાર રાખવા આવતા હતા. અને લોકોની માન્યતા છે કે આવા કપરા સમયમાં પણ માતાજી આશીર્વાદ આપી તેમની ઉધરસની સમસ્યા દૂર કરી હતી. 

ભક્ત ભાવના પટેલે જણાવ્યું હતું કે, આ મંદિર વર્ષોથી અહીં સ્થાપિત છે. અહીં નાના બાળકોથી લઇ મોટા વયના લોકોને જ્યારે પર ઉધરસની સમસ્યા થાય છે ત્યારે લોકો બાધા રાખે છે અને બાધા પૂર્ણ થયા પર ગાંઠિયા અર્પણ કરે છે. મારો પણ અનુભવ છે કે મારા બાળકો અને મને પોતે જ્યારે પણ ખાસીની સમસ્યા થાય ત્યારે અમે માતાજીના મંદિરે ગાંઠિયા ચઢાવીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news