પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરામાં ત્રણ ભાઈઓએ યુવકને સામાન ચોરી કર્યાના વહેમમાં રૂમમાં ગોંધી રાખી માર મારી પતાવી દીધો છે. ત્રણેય ભાઈને આશંકા હતી કે પડોસ માં રહેતો યુવક તેમના ઘરમાંથી ચોરી કરી છે. આશંકા રાખી ત્રણે ભાઈઓએ લાકડાના ફટકા વડે માર મારી હત્યા કરી હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપી ત્રણે ભાઈઓની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંઈક તો થઈ રહ્યું છે! જાન્યુઆરી જ નહીં, ફેબ્રુઆરીમાં પણ આ તારીખોમાં પડશે ભારે વરસાદ


મુજબ મૂળ ઉત્તરપ્રદેશ બાંદાનો વતની 40 વષીય અરવિંદ ઉર્ફે રઘુ પ્રહલાદ નિશાદ છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહી પથ્થર પોલીશનું કામ કરતો હતો.અગાઉ તે પાંડેસરા આશાપુરી સોસાયટીમાં મિત્રો સાથે રહેતો હતો.પણ દિવાળી અગાઉ તે પાંડેસરા દિપકનગર સોસાયટી પ્લોટ નં.૮૨ ના બીજા માળે ભાડાની રૂમમાં મિત્રો સાથે રહેવા ગયો હતો. ગત બપોરે 12 વાગ્યે તે કામ પરથી આવીને બાજુના રૂમમાં રહેતી ગોમતીદેવીના રૂમમાં સુઈ ગયો હતો.થોડા સમય બાદ ગોમતીદેવી આવતા અને ઘરમાં વાસણ ઓછા લાગતા તેણે અરવિંદ ઉર્ફે રઘુને તે ચોર્યા છે તેમ પૂછ્યું હતું. અરવિંદે ના પાડી હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. 


ભાજપના ભરત બોઘરાએ કહ્યું; ભ્રષ્ટાચારી છે કેજરીવાલ, 'ચૂંટણી ટાણે ગુજરાત દોડી આવે છે'


ત્યાર બાદ ગતરાત્રે આઠ વાગ્યે ગોમતીદેવીના ત્રણ પુત્રો ઈન્દ્રરાજ ઉર્ફે ડંગી, ઈન્દ્રભાન ઉર્ફે ભોલા અને અંકિતે અરવિંદને બોલાવી વાસણ ચોરી અંગે પૂછ્યું હતું. આજે સવારે આઠ વાગ્યે ફરી ત્રણેય ભાઈઓએ એરવિંદને પોતાના રૂમમે બોલાવી પુછપરછ કર્યા બાદ તેને પ્લાસ્ટીકના પાઈપ અને લાતો મારતા મોત નીપજ્યું હતું.ત્રણેય ભાઈઓ તેની લાશને રૂમમાં છોડી ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતા દોડી ગયેલી પાંડેસરા પોલીસે અરવિંદના ભાઈ રામનરેશ ઉર્ફે રામભવનની ફરિયાદના આધારે ત્રણેય ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં મોટી જાહેરાત: ભરૂચથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે


પોલીસે બનાવ અંગે પુછપરછ કરતા મૃતક આરોપીઓનો મિત્ર હતો અને ગઈકાલે રાત્રે તેમના ઘરે જ સુઈ ગયો હતો. સવારે આરોપીઓની માતા ગોમતીદેવી ઘરે આવી ત્યારે તેને ઘરમાંથી વાસણ અને કોઈ સામાન ચોરી થયો હોય તેવી શંકા તેના ત્રણેય પુત્રો પાસે વ્યક્ત કરી હતી. ત્રણેય ભાઈઓએ અરવિંદ માર મારતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાલ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ભાઈઓની ધરપકડ કાર્યવાહી કરી છે.


અયોધ્યા જવા ખાસ ટુર પેકેજ ઓફર કરાયા, 25 માર્ચ સુધીનું બુકિંગ ફુલ