અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં મોટી જાહેરાત: ભરૂચ બેઠક પરથી આ નેતાને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં...
નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા માટે ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.
Trending Photos
Loksabha Election 2024: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે બન્ને નેતાઓ આજે ભરૂચના નેત્રમાં જનસભાને સંબોધી હતી. નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા માટે ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.
અરવિંદ કેજરીવાલે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કાલે જેલમાં ચૈતર વસાવાને મળવા હું અને માન જઈશું. તમારો દીકરો ચૈતર વસાવાને જેલમાં પૂર્યો છે. ચૈતર મારા નાના ભાઈ જેવો છે, જે આદિવાસીઓના મોટા નેતા છે. દુઃખ એ વાતનું લાગ્યું એમના પત્ની શકુંતલા બેનની ધરપકડ કેમ કરવામાં આવી? ચૈતરની પત્ની અમારા સમાજની વહુ છે, જે આદિવાસી સમાજનું અપમાન બદલો લેવાની જરૂરિયાત છે. બીજેપી ચૈતરને દબાવી આદિવાસી સમાજને સંદેશ આપે છે કે કોઈ યુવા ઉઠશે તો અમે શાંત નહિ બેસીએ. બીજેપીએ 30 વર્ષમાં આદિવાસી માટે કંઈ નહિ કર્યું એટલે ચૈતર વસાવા ઊભા થયા. બીજેપી આદિવાસી વિરોધી નફરત કરે છે. આજે આખા ગુજરાતમાં બીજેપી એક જ વ્યક્તિથી ડરે છે જે છે ચૈતર વસાવા.
આમ આદમી પાર્ટી તરફથી @Chaitar_Vasava ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. 🔥🔥
— AAP Gujarat (@AAPGujarat) January 7, 2024
કેજરીવાલે ઉમેર્યું હતું કે, ચૈતર તમારો કાળ બનશે. એને જેલ મુક્ત કરો નહિ તો બીજેપીઉલ્ટી ગણતરી શરૂ કરી દે. ચૈતર વસાવા શેર છે. બીજેપી વાલો શેર વધુ દિવસ પીંજરામાં નથી રહેતો, બહાર નીકળ્યો તો તમને છોડશે નહિ. હું અને માન કાલે જેલ જઈશું શું, હું ચૈતરને કહી દઉં કે આખું ગુજરાત ચૈતર સાથે છે. આદિવાસી માન સન્માનની લડાઈ છે. આમ આદમી પાર્ટીથી ભરૂચ બેઠકથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે હું આજે જાહેરાત કરું છું. 20 તારીખે શકુંતલા બેનની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં છે. તેમના બહાર આવ્યા બાદ ચૈતર વસાવાને બહાર લાવીશું. ષડયંત્ર કરી જેલથી બહાર ના આવવા દે તો ચૂંટણી તમે લડવાની રહેશે અને બીજેપીની જમાનત જપ્ત કરવાની રહેશે. જેલમાં હોય કે જેલ બહાર ચૈતરને દિલ્હી લોકસભા મોકલવાનો છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલ અને ભગવંત માન સભાને સંબોધન કર્યા બાદ બરોડા રવાના થયા હતા.
ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ: ભગવંત માન
પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું, ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે. ભાજપ ક્યારેય તેને ડરાવી, ધમકાવી નહીં શકે. ચૈતર વસાવાને પિંજરામાં પુરીને ભાજપ ઘાસ નાંખશે તો નહીં ખાય. ચૈતર વસાવા પોતાનો શિકાર જાતે કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે