ઉદય રંજન/અમદાવાદ: કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની રાત્રે પોતાની બહેનને જમવાનું લાવવાનું કહીને નીકળેલા ભાઈની હત્યા થઈ છે. કાગડાપીઠ પોલીસે બે હત્યારા ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોના હિતમાં સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; આખા ગુજરાતના ખેડૂતોને મળશે આ લાભ


શહેરના બહેરામપુરા વિસ્તાર નજીક આવેલા વસંત રજબ કવાટર્સમાં રહેતા અને નરોડા ફ્રુટ માર્કેટમાં મજુરી કામ કરતા 21 વર્ષીય વિશાલ નામના વ્યક્તિએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગતરોજ રાત્રીના દસ એક વાગ્યાની આસપાસ  તેના ભાઈ હિમાંશુ સાથે તેમની જ નજીકમાં રહેતા બે શખ્સોએ મારામારી કરતા હતા. 


પિક્ચર અભી બાકી હૈ...ગુજરાતમાં ભલે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ, પણ હવે છે ભયાનક આગાહી!


બંને શખ્સોમાંથી એક વ્યકતીએ અચાનક છરી કાઢીને મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં હિમાંશુ ને પેટ તથા માથાના ભાગે છરીના ઘા વાગ્યા હતા, લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન હિમાંશુનું મોત નીપજ્યું હતું. જેથી આ બાબતે કાગડાપીઠ પોલીસે બંને આરોપી ધર્મેશ અને મહેન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે.


સાળંગપુર મંદિર વિવાદ: રાજકોટના વકીલ આકરા પાણીએ, BAPS સહિત આ મંદિરોને ફટકારી નોટિસ


ઉલ્લેખનીય છે કે રાખડી બાંધવા દિલ્હીથી બહેનને જમવાનું લઇ આપવાનું કહી ને ઘરે થી નીકળ્યો જીવતો ભાઈ મૃત હાલતમાં આવ્યો હતો. 


દ્વારકાના આંગણે રૂડો અવસર; જગદગુરુ શંકરાચાર્યની 65મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, જાણો


ગત બુધવારે બહેરામપુરામાં આવેલા વસંત રજબ ક્વાટર્સમાં રહેતો 21 વર્ષીય વિશાલ તેના મિત્રો સાથે રાત્રે ફરવા ગયો હતો, વિશાલને તેના મિત્રે ફોન કરીને જાણ કરી કે તેના ઘરની બહાર બે શખ્સો તેમના ભાઈ હિમાંશુ જોડે મારામારી કરી રહ્યા છે, જેથી વિશાલે ઘરે જઈને બધાને છુટા પડ્યા હતા. જેથી ધર્મેશ અને મહેન્દ્ર એ તેને પર મારવાનું શરુ કરી દીધું હતું. એકા-એક બંને આરોપીઓમાંથી એક આરોપી ધર્મેશ પોતાની પાસે રાખેલી છરી વડે હિમાંશુ અને વિશાલ બંને ભાઈઓને મારવાનું શરૂ કરી દીધું અને બંને ભાઈઓને છરીના ઘા વાગતા લોહી લુહાણ થવા લાગ્યા હતા. 


₹1 વાળો શેર બન્યો રોકેટ, સતત 4 દિવસથી ચાલી રહી છે અપર સર્કિટ, જાણો કારણ


તેનાથી પણ નહી રોકાતા આરોપી ધર્મેશ હિમાંશુને પેટમાં તથા માથાના ભાગે છરીના બીજા ઘા પણ માર્યા હતા. જેના લીધે હિમાંશુ બેહોશ થઈને જમીન પર સપડાઈ ગયો હતો, જે બાદ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને તકનો લાભ લઈને બંને આરોપીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા. બંને ઘાયલ ભાઈઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આગળ હિમાંશુ નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ધર્મેશ અને મહેન્દ્રને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 


ઉપવાસ રાખો તે દિવસે શરીરમાં શું-શું થાય છે ફેરફાર? વાંચી લો, ફાયદામાં રહેશો


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી બંને ભાઈઓનો ઝગડો થોડા દિવસ પહેલા થયો હતો. જે અંગેની કોઈ ફરિયાદ ન નોંધાઈ હતી. 


પ્રેમજાળમાં ફસાવનારાથી ચેતજો! અમદાવાદમાં યુવતીના પ્રેમનો આવ્યો આવો અંત, અનેક હોટલોમા